સદી સાથે રેકોર્ડની સુનામી! અભિષેક શર્માએ હૈદરાબાદ માટે વિસ્ફોટક સદી ફટકારી તોડ્યા અનેક રેકોર્ડ
માત્ર 40 બોલમાં સદી, IPLના સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓમાં છઠ્ઠું સ્થાન, ડી વિલિયર્સને પણ પાછળ છોડ્યો.

Abhishek Sharma century: સનરાઇઝર્સ હૈદરાબાદના યુવા બેટ્સમેન અભિષેક શર્માએ IPL 2025માં પંજાબ કિંગ્સ સામે એવી તબાહી મચાવી કે અનેક રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા. અભિષેકે માત્ર 40 બોલમાં સદી ફટકારીને IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ છઠ્ઠા સ્થાને નોંધાવી દીધું છે. આ ઉપરાંત, તેણે આ ઇનિંગ દરમિયાન ઘણા અન્ય રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.
પંજાબ કિંગ્સ સામે હૈદરાબાદ તરફથી ઓપનિંગમાં આવેલા અભિષેક શર્માએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. તેણે 55 બોલનો સામનો કરીને 141 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગના આધારે તેણે IPLના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા. અભિષેક હવે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન ટ્રેવિસ હેડે પણ અભિષેકને સારો સાથ આપ્યો હતો અને 66 રન બનાવ્યા હતા.
અભિષેક શર્માએ આઈપીએલમાં દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સનો પણ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. IPLની એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાના મામલે અભિષેક હવે ત્રીજા સ્થાને આવી ગયો છે. આ યાદીમાં યુનિવર્સ બોસ ક્રિસ ગેલ 175 રન સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બ્રેન્ડન મેક્કુલમ 158 રન સાથે બીજા સ્થાને છે. ડી વિલિયર્સે IPLની એક ઇનિંગ્સમાં 133 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેકે પંજાબ સામે 141 રનની ઇનિંગ રમીને તેમને પાછળ છોડી દીધા છે.
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદી આ પ્રમાણે છે:
30 બોલ - ક્રિસ ગેલ (RCB), 2013
37 બોલ - યુસુફ પઠાણ (RR), 2010
38 બોલ - ડેવિડ મિલર (પંજાબ), 2013
39 બોલ - ટ્રેવિસ હેડ (હૈદરાબાદ) વિ આરસીબી, બેંગલુરુ, 2024
39 બોલ - પ્રિયાંશ આર્ય (પંજાબ) વિ CSK, મુલ્લાપુર, 2025
40 બોલ - અભિષેક શર્મા (હૈદરાબાદ) વિ પીબીકેએસ, હૈદરાબાદ, 2025*
1️⃣7️⃣1️⃣ shades of DESTRUCTION 💥
— IndianPremierLeague (@IPL) April 12, 2025
A record partnership from Travis Head & Abhishek Sharma sealed a dominating win for #SRH 🧡
Scorecard ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/2Xglq22Mrf
WHAT. IT. MEANS! 🔥
— SunRisers Hyderabad (@SunRisers) April 12, 2025
Abhishek Sharma | #PlayWithFire | #SRHvPBKS | #TATAIPL2025 pic.twitter.com/dEEDnwh3pZ
અભિષેક શર્માની આ યાદગાર ઇનિંગે સનરાઇઝર્સ હૈદરાબાદને પંજાબ કિંગ્સ સામે એક શાનદાર જીત અપાવી હતી અને ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.




















