IPL 2024: 'એગ્રેશનથી ટ્રૉફી નથી જીતી શકાતી...' કોહલીના આઇપીએલમાં નખરાંથી ભડક્યો ધોનીનો સાથીદાર
Ambati Rayudu On RCB: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું (RCB)નું પ્રથમ IPL ટ્રૉફી જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું
Ambati Rayudu On RCB: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું (RCB)નું પ્રથમ IPL ટ્રૉફી જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું. IPL 2024 ની એલિમિનેટર મેચમાં બેંગ્લુરુંને રાજસ્થાન રૉયલ્સે 4 વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુનું નિવેદન સામે આવ્યું છે, જેણે ચારે તરફ હલચલ મચાવી દીધી છે.
રાયડુએ પોતાના નિવેદનમાં કોઈપણ ખેલાડીનું નામ નથી લીધું પરંતુ RCB પર નિશાન સાધતા તેણે કહ્યું કે ટ્રૉફી માત્ર આક્રમકતા, એગ્રેશન અને ઉજવણીથી નથી જીતી શકાતી. તમને જણાવી દઈએ કે RCBએ તેની છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફ માટે ક્વૉલિફાય કર્યું હતું. ચેન્નાઈને હરાવ્યા બાદ વિરાટ કોહલી અને બેંગલુરુના અન્ય ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. સેલિબ્રેશનમાં કિંગ કોહલી ખૂબ જ આક્રમક દેખાતા હતા.
હવે બેંગલુરુની હાર વચ્ચે રાયડુએ કહ્યું, "આઈપીએલ ટ્રૉફી સેલિબ્રેશન અને એગ્રેશનથી નથી જતી શકાતી. આઈપીએલ ટ્રોફી માત્ર સીએસકેને હરાવીને નથી જીતી શકાતી. આઈપીએલ ટ્રોફી જીતવા માટે તમારે પ્લેઓફમાં સારું રમવું પડે છે.
જો આપણે કિંગ કોહલીની વાત કરીએ તો તે સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. કોહલીના માથા પર ઓરેન્જ કેપ પહેરી છે. તેણે 15 મેચની 15 ઇનિંગ્સમાં 61.75ની એવરેજ અને 154.70ની સ્ટ્રાઇક રેટથી 741 રન બનાવ્યા હતા. કોહલીએ 62 ચોગ્ગા અને 38 છગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ રાજસ્થાન સામેની એલિમિનેટર મેચ દ્વારા આઈપીએલમાં આઠ હજાર રન પણ પૂરા કર્યા હતા. IPLમાં 8 હજાર રનનો આંકડો પાર કરનારો કોહલી પ્રથમ બેટ્સમેન બન્યો છે.
એલિમિનેટરમાં 4 વિકેટથી આરસીબીને મળી હાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. ટીમ માટે રજત પાટીદાર સૌથી વધુ સ્કોરર હતો, જેણે 22 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા. ટીમ માટે કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો.
ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સ ટીમે 19 ઓવરમાં જ જીત નોંધાવી હતી. રાજસ્થાને 6 વિકેટે જીત મેળવી હતી.