IPL 2023: ગુજરાતીઓ આનંદો, IPL-2023ની ફાઈનલ મેચને લઈ ઉંચકાયો પડદો
બીજી ક્વોલિફાયર મેચ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને IPL2023ની ફાઇનલ મેચ પણ 28 મેના રોજ આ જ મેદાન પર રમાશે.
BCCI announces schedule venue : IPL 2023ની શરૂઆત 31 માર્ચે થઈ હતી. હવે આઈપીએલની ફાઈનલ મેચને લઈને જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલની ફાઈનલ ગુજરાતના આંગણે રમાશે. અત્યાર સુધી આઈપીએલની 28 મેચ રમાઈ છે અને દરેક મેચ એક કરતા વધુ રોમાંચક રહી છે. દરમિયાન, BCCIએ પ્લેઓફ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
BCCIએ પ્લેઓફ શેડ્યૂલ જાહેર કર્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે શુક્રવારે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના પ્લેઓફ અને ફાઈનલનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બીસીસીઆઈએ કરેલી જાહેરાત પ્રમાણે આઈપીએલ 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફ અને ફાઈનલ 23 મે થી 28 મે 2023 દરમિયાન ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 23 મેના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અને ત્યારબાદ 24 મેના રોજ એલિમિનેટર મેચ યોજાશે. જ્યારે બીજી ક્વોલિફાયર મેચ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને IPL2023ની ફાઇનલ મેચ પણ 28 મેના રોજ આ જ મેદાન પર રમાશે.
ગત વર્ષની ફાઈનલ પણ અમદાવાદમાં રમાઈ હતી. ત્યાર બાદ પ્રથમ વખત લીગનો ભાગ બનેલી ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનને પ્રથમ પ્રયાસમાં હરાવીને ટાઇટલ જીતી લીધું હતું, પરંતુ આ વખતે તેમના માટે આટલું સરળ નથી. છેલ્લી કેટલીક સીઝનથી આઈપીએલનું આયોજન ભારતની બહાર અથવા અમુક પસંદગીના સ્થળોએ કરવામાં આવી રહ્યું હતું. હવે જ્યારે બીસીસીઆઈએ નોકઆઉટ મેચો માટે ચેન્નાઈને એક સ્થળ તરીકે પસંદ કર્યું છે. સ્વાભાવિક છે કે, તે ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકોને ઉત્સાહિત કરશે. જેમણે આ ચાલુ સિઝનમાં તમામ ટીમોમાં સ્ટેડિયમમાં સૌથી વધુ હાજરી આપી છે. કદાચ આનું એક કારણ એ છે કે એકવાર આ એડિશન કેપ્ટન એમએસ ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. અને એ પણ શક્ય છે કે ધોની બીચ ટૂર્નામેન્ટ દરમિયાન જ તેની જાહેરાત કરે કારણ કે ઘણી વસ્તુઓ તેના સંકેત આપી રહી છે.
GT vs RR IPL Final: જાણો ફાઈનલમાં કેવી રહેશે પીચ, શું કહે છે આંકડા
IPL 2022 Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022(IPL 2022)ની ફાઈનલ રમાવાની છે. તમને જણાવી દઈએ કે આ ગ્રાઉન્ડમાં અત્યાર સુધીમાં 16 ટી20 મેચ રમાઈ ચૂકી છે. જેમા પહેલા બેટિંગ કરનાર ટીમે 8 મેચ જીતી છે જ્યારે 8 વાર રન ચેજ કરનાર ટીમનો વિજય થયો છે. આંકડા દર્શાવે છે કે આ મેદાન પર ટોસ વધુ મહત્વ ધરાવતો નથી. બન્ને પારીઓમાં વિકેટ લગભગ એક સમાન જ રહે છે. જો કે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલ ક્વાલીફાયર-2ની પહેલી ઈનિંગમાં બેટિંગ કરનારને થોડી સમસ્યા આવી હતી, જ્યારે બીજી ઈનિંગમાં રન બનાવવામાં સરળતા રહી હતી.