IPLમાં થશે રૂપિયાનો વરસાદ, OTT જોવા મળશે મેચ, BCCIએ ખેલ્યો મોટો દાવ
બીસીસીઆઈ આ IPL ટૂર્નામેન્ટમાંથી વધુ પૈસા કમાવાનો પ્લાન બનાવી રહી છે. બીસીસીઆઈએ તાજેતરમાં આઈપીએલ મીડિયા રાઈટ્સનું ટેન્ડર જારી કરવામાં આવ્યું છે. આ ટેન્ડર 2023થી 2027 માટે છે.
IPLમાં રૂપિયાનો કેટલો વરસાદ થાય છે એ તો આપણે જાણીએ જ છીએ. હવે બીસીસીઆઈ આ ટૂર્નામેન્ટમાંથી વધુ પૈસા કમાવાનો પ્લાન બનાવી રહી છે. બીસીસીઆઈએ તાજેતરમાં આઈપીએલ મીડિયા રાઈટ્સનું ટેન્ડર જારી કરવામાં આવ્યું છે. આ ટેન્ડર 2023થી 2027 માટે છે.
BCCIએ આ ટેન્ડર માટે કુલ 33 હજાર કરોડ રૂપિયા(32890) ની બેઝ પ્રાઈઝ રાખી છે. હાલમાં આ ટેન્ડર 74 મેચોના હિસાબે નક્કી કરવામાં આવ્યું છે. જેમા 10 ટીમો સામેલ થશે. જો કે બીસીસીઆઈએ ટેન્ડરમાં મેચોની સંખ્યા વધારવાનો ઓપ્શન પણ પોતાની પાસે રાખ્યો છે.
કેવી રીતે 33 હજાર કરોડ રૂપિયા કમાશે BCCI?
ખાસ વાત એ છે કે આ વખતે BCCI મીડિયા રાઈટ્સને અલગ અલગ બંડલમાં સામે લાવી રહ્યું છે. જેમા ભારતીય ઉપમહાદ્વિપ માટે અલગથી પ્રસારણ કોન્ટ્રાક્ટ હશે. એક રિપોર્ટ પ્રમાણે માત્ર ભારતીય ઉપમહાદ્વિપમાં પ્રસારણ માટે બીસીસીઆઈને 49 કરોડ રૂપિયા પ્રતિ મેચ મળશે.
આ ઉપરાંત પ્રસારણની ડિજિટલ પ્રાઈઝ 33 કરોડ રૂપિયા પ્રતિ મેચ રાખવામાં આવી છે. ત્રીજા મંડલમાં 18 મેચો માટે અલગથી પ્રસારણની વિન્ડો બનાવવામાં આવી છે. જેનાથી 16 કરોડ રૂપિયા પ્રતિ મેચની કમાણી થશે. તેમાથી ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ, ડબલ હેડર મુકાબલા અને પ્લે ઓફ મુકાબલા સામેલ છે. આ મેચોનું પ્રસારણ માત્ર ઓટીટી પર થશે.
ટેન્ડરમાં છેલ્લું બંડલ વૈશ્વિક પ્રસારણ માટે છે, જેની કિંમત 3 કરોડ રૂપિયા પ્રતિ મેચની રહેશે. બધા બંડલોનો સરવાળો કરીએ તો બીસીસીઆઈને બેસિક કિંમત કુલ 32890 કરોડ રૂપિયા થાય છે. ટેન્ડર આવી ગયું છે, એવામાં હવે ઘણી કંપનીઓ આવેદન કરશે. જો હરાજીમાં રસાકસી થશે તો બીસીસીઆઈ માલામાલ થઈ જશે.
તમને જણાવી દઈએ કે હાલમાં આઈપીએલ મીડિયા રાઈટ્સ સ્ટાર નેટવર્કની પાસે છે. પરંતુ આ વર્ષે 2022 એટલે આ જ વર્ષ સુધી રહેશે. આવતા વર્ષથી આ ટેન્ડર નવા નેટવર્કને મળશે. કેમ કે બધી ચીજો મોટા ભાગે ડિજિટલ થઈ ગઈ છે. આજ કારણ છે કે આઈપીએલ મીડિયા રાઈટ્સને લઈને ઘણો ટ્રેન્ડ છે.