શોધખોળ કરો

IPL 2025ની ફાઇનલમાં કરાશે ઓપરેશન સિંદૂરની ઉજવણી, ત્રણેય સેનાના વડાને અપાયું આમંત્રણ

ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી આઈપીએલ ફાઇનલમાં કરવામાં આવશે, જેના માટે બીસીસીઆઈએ ખાસ મહેમાનોને આમંત્રણ આપ્યું છે

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18ની ફાઇનલ મેચ 3 જૂને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પહેલા અહીં એક સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવામાં આવશે. ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

IPL 2025ની પ્લેઓફ મેચો 29 મેથી શરૂ થશે. 29મી તારીખે મુલ્લાનપુરમાં યોજાનાર ક્વોલિફાયર 1ની વિજેતા ટીમ અમદાવાદ જવા રવાના થનારી પ્રથમ ફાઇનલિસ્ટ ટીમ હશે. આ પછી 30 મેના રોજ મુલ્લાનપુરમાં એલિમિનેટર મેચ રમાશે, જેમાં વિજેતા ટીમ ક્વોલિફાયર 2 રમવા માટે અમદાવાદ જશે અને હારનારી ટીમ બહાર થઈ જશે.

ક્વોલિફાયર-2 એક જૂનના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાંથી વિજેતા ટીમ બીજી ફાઇનલિસ્ટ હશે. ફાઇનલ મેચ ત્રણ જૂને અમદાવાદમાં રમાશે જે પહેલાં અહીં સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી આઈપીએલ ફાઇનલમાં કરવામાં આવશે, જેના માટે બીસીસીઆઈએ ખાસ મહેમાનોને આમંત્રણ આપ્યું છે.

BCCI એ ચીફ ડિફેન્સ સહિત આ લોકોને આમંત્રણ આપ્યું હતું

BCCI એ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે સમાપન સમારોહ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ચીફ ઓફ આર્મી સ્ટાફ, ચીફ ઓફ નેવી સ્ટાફ અને ચીફ ઓફ એર સ્ટાફને આમંત્રણ આપ્યું છે.

22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં 26 ભારતીયો માર્યા ગયા હતા. આ પછી ભારતીય સેનાએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ ખાતરી કરી હતી કે પાકિસ્તાની સેના કે નાગરિકોને કોઈ નુકસાન ન થાય પરંતુ તેમ છતાં પાકિસ્તાની સેનાએ સરહદ પર ગોળીબાર શરૂ કરી દીધો અને ડ્રોનથી હુમલા કર્યા હતા. જોકે, ભારતની સુરક્ષા વ્યવસ્થાએ આ ડ્રોનને તોડી પાડ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવી પડી હતી, જે 17 મેથી ફરી શરૂ કરવામાં આવી હતી. મોટાભાગના ખેલાડીઓ IPL રમવા માટે ભારત પરત ફર્યા હતા.

આ ચાર ટીમો ટાઇટલ રેસમાં સામેલ છે

IPL સીઝન 18ના ટાઇટલ માટે 4 ટીમોની આશા હજુ પણ જીવંત છે જ્યારે 6 ટીમો બહાર થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં રમશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Embed widget