મેચ પહેલાં CSKનો ક્યો ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સના પોલાર્ડને પગે લાગ્યો, પોલાર્ડે ચાલુ મેચમાં આ જ ક્રિકેટરને કરી કિસ..........
બન્ને વેસ્ટ ઇન્ડિયન્સ ક્રિકેટર છે અને વર્ષો સુધી સાથે એક જ ટીમમાંથી સાથે ક્રિકેટ રમી છે.
IPL 2022- ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇરાત્રે મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે જોરદાર મેચ જોવા મળી, અંતે ધોનીએ વિનિંગ ફૉર મારીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં ઘણીબધા ઉતાર ચઢાવ અને ઘટનાઓએ બધાનું ધ્યાન ખેંચ્યુ, પરંતુ પૉલાર્ડની એક ઘટનાનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. ખરેખરમાં મેચના એક દિવસ અગાઉ જ કેરેબિયન ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે.
મેચ દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સાના ડ્વેન બ્રાવો અને મુંબઇ ઇન્ડિયન્સના કીરોન પૉલર્ડનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, બન્ને મેચ દરમિયાન મસ્તીના મૂડમાં દેખાઇ રહ્યાં છે. મેચ દરમિયાન સીએસકેના ડ્વેન બ્રાવોની ઓવરમાં એક પોલાર્ડે એક શાનદાર ડિફેન્સ શોટ રમ્યો. ત્યારપછી બ્રાવોએ ઉત્સાહમાં આવી બોલ વિકેટ કીપર પાસે થ્રો કર્યો હતો. પરંતુ એ પોલાર્ડના એટલા નજીકથી ગયો કે બે ઘડી તેણે બેટ વડે શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્યારબાદ બ્રાવોએ તરત જ પોલાર્ડને સોરી બોલી અને માફી માંગી લીધી, જોકે, પોલાર્ડ અને બ્રાવો બન્ને સામ સામે નજીક આવી ગયા અને બન્નેએ બાદમાં ભેટી પડ્યા હતા. આ દરમિયાન પોલાર્ડે બ્રાવોના માથા પર કિસ કરીને બંનેની મિત્રતાનો પણ પરચો આપી દીધો હતો. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
Pollard bravo 🔥😍 pic.twitter.com/iTW4QcZGYB
— 𝓵𝓪𝓿𝓪𝓷𝔂𝓪°🦋 (@_itzlavanya) April 21, 2022
ખાસ વાત છે કે આઇપીએલની મુંબઇ -ચેન્નાઇની મેચ અગાઉ પ્રેક્ટિશ સેશનમાં બ્રાવો પોલાર્ડના પગે પડતો જોવા મળ્યો હતો. બન્ને વેસ્ટ ઇન્ડિયન્સ ક્રિકેટર છે અને વર્ષો સુધી સાથે એક જ ટીમમાંથી સાથે ક્રિકેટ રમી છે.
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ