CSK vs PBKS: ધોનીને એમ્પાયરે આઉટ ના આપ્યો પણ, ડેબ્યુ કરી રહેલા ખેલાડીએ રિવ્યુ લીધો અને પછી....
આઈપીએલ 2022માં રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 54 રનોથી હરાવ્યું હતુ. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનની શરુઆતથી સતત ત્રીજી વખત હાર્યુ છે.
આઈપીએલ 2022માં રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 54 રનોથી હરાવ્યું હતુ. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનની શરુઆતથી સતત ત્રીજી વખત હાર્યુ છે. આઈપીએલના અત્યાર સુધીના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યુ છે. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 180 રન કર્યા હતા. આ સ્કોરના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 18 ઓવરમાં પોતાની બધી વિકેટ ગુમાવી દીધી હતી અને ફકત 126 રન જ કરી શકી હતી. ચેન્નાઈ માટે શિવમ દૂબેએ સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ 23 રન કર્યા હતા. બાકીના બધા બેટ્સમેન ફ્લોપ સાબિત થયા હતા.
પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા પહેલાં બેટિંગ કરીને ધમાલ મચાવી ચૂક્યો હતો. ત્યાર બાદ વિકેટકીપિંગ વખતે તેનો એક નિર્ણય ટીમની જીતને નક્કી કરી ગયો હતો. જ્યારે ચેન્નાઈ સુપરકિંગ્સની મોટાભાગની વિકેટ પડી ગઈ હતી ત્યારે મહેન્દ્રસિંહ ધોની ક્રીઝ પર હતો. ત્યારે 17.1 ઓવર પર રાહુલ ચાહરની બોલ ઉપર ધોનીએ શોર્ટ રમવાની કોશિશ કરી હતી. પરંતુ બોલ સીધો જિતેશ શર્માના હાથમાં ગયો હતો અને જીતેશ શર્માએ કેચ પકડ્યો હતો. આ દરમિયાન એમ્પાયરે ધોનીને નોટ આઉટ આપ્યો હતો. પરંતુ જિતેશે તરત જ રિવ્યુ લેવાનો ઈશારો કર્યો અને કેપ્ટન મયંક અગ્રવાલે રિવ્યુ લીધો હતો.
આ દરમિયાન ધોની પણ અસમંજસમાં હોય એમ લાગી રહ્યું હતું. પરંતુ જ્યારે થર્ડ એમ્પાયરે રિપ્લે જોયો ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે એમએસ ધોનીના બેટથી બોલ ટકરાયો હતો. આ સ્પષ્ટતા પછી ધોનીને આઉટ આપવામાં આવ્યો હતો. ધોની આઉટ થતાં જ ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
#SherSquad, this one's 4⃣ you! 😍#PunjabKings #SaddaPunjab #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ #CSKvPBKS pic.twitter.com/qOXedibcOC
— Punjab Kings (@PunjabKingsIPL) April 3, 2022