ડેવિડ વૉર્નરનો વિચિત્ર શૉટ હજુ પણ ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ, બૉલરથી લઇને દર્શકો સુધી તમામ રહી ગયા હતા દંગ
ડેવિડ વૉર્નર ડાબોડી બેટ્સમેન છે, પરંતુ તેને ભુવનેશ્વર કુમારની ઓવરમાં એક બૉલ પર જમણાં હાથી ચોગ્ગો ફટકારી દીધો. આ જોઇને દરેક લોકો સ્તબ્ધ છે.
Delhi Capitals vs Sunrisers Hyderabad, David Warner Right Hand Shot Video: ઓસ્ટ્રેલિયાન વિસ્ફોટક ઓપનર બેટ્સમેન અને આઇપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપ્ટન ડેવિડ વૉર્નર ગુરુવારે જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહેલા ડેવિડ વૉર્નરે હૈદરાબાદ સામે 92 રનની મેચ જીતાઉ ઉપયોગી ઉનિંગ રમી. આ મેચમાં ડેવિડ વૉર્નર એક એવો શૉટ ફટકાર્યો કે જેનો વીડિયો હજુ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ શૉટથી બૉલરથી લઇને દર્શકો અને કૉમેન્ટેટર-એમ્પાયર પણ દંગ રહી ગયા હતો.
ખરેખરમાં, ડેવિડ વૉર્નર ડાબોડી બેટ્સમેન છે, પરંતુ તેને ભુવનેશ્વર કુમારની ઓવરમાં એક બૉલ પર જમણાં હાથી ચોગ્ગો ફટકારી દીધો. આ જોઇને દરેક લોકો સ્તબ્ધ છે. મેચ બાદ આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. ડેવિડ વૉર્નર હૈદરાબાદ સામે અણનમ 92 રનની ઇનિંગ રમી અને દિલ્હીને જીત માટે મજબૂત કરી દીધી હતી.
Warner 🔥
— Anubhav Anand (@the_dude_doctor) May 5, 2022
Shot was lit #DCvSRH pic.twitter.com/YKaFIKqGZ4
દિલ્હીની ઇનિંગ દરમિયાન ભુવનેશ્વર 18મી ઓવર નાંખવા આવ્યો, આ દરમિયાન સ્ટ્રાઇક પર ડેવિડ વૉર્નર હતો, આ ઓવરના પહેલા બૉલ પર ભુવીને ડેવિડ વૉર્નરના પગમાં બૉલ ફેંક્યો, જેથી તે મોટો શૉટ રમી ના શકે, પરંતુ આ સમયે વૉર્નરે સ્ટાન્સ બદલ્યો અને જમણાં હાથતી બેટ ગુમાવીને ચોગ્ગો ફટકારી દીધો. આ શૉટ એટલે વિચિત્ર હતો કે બૉલર ભૂવી પણ જોતો રહી ગયો અને દર્શકો પણ દંગ રહી ગયા. આ મેચમાં હૈદરાબાદ ટીમની 21 રને હાર થઇ હતી.
NAME THIS SHOT by David Warner 😶 pic.twitter.com/HOmejsXNhS
— Priyanshu Bhattacharya 🏏 (@im_Priyanshu_B7) May 5, 2022
Shot of the day from David Warner #SRHvDC pic.twitter.com/rmlxtxq0Mz
— Abhijeet ♞ (@TheYorkerBall) May 5, 2022
--
આ પણ વાંચો........
સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે
Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ
Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત