હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાના ક્યા સ્ટાર ક્રિકેટરને મેદાન પર જ ખખડાવી નાંખ્યો ? જાણો શું હતું કારણ ?
જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં હાર્દિક પંડ્યા પોતાના સીનિયર ખેલાડી અને ટીમ ઇન્ડિયાના સ્ટાર બૉલર મોહમ્મદ શમી પર ગુસ્સે થયેલો દેખાઇ રહ્યો છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers hyderabad) અને ગુજરાત ટાઇટન્સ (Gujrat Titans)ની ટીમો આમને સામને થઇ હતી, આ મેચમાં ગુજરાતની ટીમને પ્રથમ વાર હારનો સામનો કરવો પડ્યો હતો, આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમે મેદાન પર ઘણીબધી ભૂલો કરી જેના કારણે ટીમે ટૂર્નામેન્ટમાં પહેલીવાર હાર મળી હતી. સોશ્યલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાના સાથી ખેલાડી પર ગુસ્સે થયેલો દેખાઇ રહ્યો.
ખરેખરમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં હાર્દિક પંડ્યા પોતાના સીનિયર ખેલાડી અને ટીમ ઇન્ડિયાના સ્ટાર બૉલર મોહમ્મદ શમી પર ગુસ્સે થયેલો દેખાઇ રહ્યો છે. હૈદરાબાદ સામેની મેચમાં હૈદરાબાદની ઇનિંગ્સની 13મી ઓવર દરમિયાન હાર્દિકના બૉલિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન તેના બોલ પર મોહમ્મદ શમીએ રાહુલ ત્રિપાઠીનો કેચ છોડ્યો હતો, આ કેચ છૂટ્યા બાદ હાર્દિક તેના સિનિયર બોલર પર બૂમો પાડતો જોવા મળ્યો હતો. જુઓ વીડિયો........
Dear Hardik, you are a terrible captain. Stop taking it out on your teammates, particularly someone as senior as Shami. #IPL #IPL2022 #GTvsSRH pic.twitter.com/9yoLpslco7
— Bodhisattva #DalitLivesMatter 🇮🇳🏳️🌈 (@insenroy) April 11, 2022
13મી ઓવરના છેલ્લા બોલ પર રાહુલ ત્રિપાઠીએ હાર્દિકના બૉલ પર ડીપ થર્ડ મેન તરફ એક શોટ રમ્યો હતો, જેના પર મોહમ્મદ શમી કેચ પકડી શક્યો નહીં. આ કેચ શમીના હાથે છૂટી ગયો, બાદમાં હાર્દિક શમીને ગાળો અને ગુસ્સાથી ક્લાસ લેતો દેખાઇ રહ્યો હતો. હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે કારમી હાર બાદ ભારે નુકસાન થયું છે. આ મેચ પહેલાં આ ટીમનું ટોપ-3માં સ્થાન હતું, પરંતુ હાર બાદ ગુજરાત 5મા સ્થાને પહોંચી ગયું છે.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે