શોધખોળ કરો

IPL 2025ની પહેલી મેચ નહીં રમી શકે હાર્દિક પંડ્યા, કારણ જાણીને તમે ચોંકી જશો, જાણો શું છે કારણ?

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલની આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં. પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

IPL 2025, Hardik Pandya: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે. જો કે, હવેથી IPL 2025ને લઈને ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. ચાહકો પણ IPL 2025 સંબંધિત દરેક અપડેટ જાણવા માંગે છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલની આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં. વાસ્તવમાં હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

હાર્દિક પર આઈપીએલની એક મેચ માટે પ્રતિબંધ અને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો હતો          

IPL 2024ની છેલ્લી લીગ મેચમાં હાર્દિક પંડ્યાએ મોટી ભૂલ કરી હતી. વાસ્તવમાં, હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સ તેની 20 ઓવર સમયસર પૂરી કરી શકી ન હતી, જેના પછી IPL ગવર્નિંગ કાઉન્સિલે નિયમો અનુસાર હાર્દિક પંડ્યા પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો.     

હાર્દિક IPL 2025ની પ્રથમ મેચ નહીં રમે 

IPL 2024 માં, મુંબઈ ઈન્ડિયન્સ તેની છેલ્લી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી. મુંબઈની ટીમ તેની 20 ઓવર સમયસર પૂરી કરી શકી નહોતી, જેના કારણે હાર્દિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મુંબઈએ આખી સિઝનમાં ત્રીજી વખત આવું કર્યું હતું, જેના કારણે હાર્દિક પર પણ એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે મુંબઈ 2024 માં આગામી મેચ રમવાનું ન હતું, તેથી જ હાર્દિક IPL 2025 ની પ્રથમ મેચ રમી શકશે નહીં. કારણેકે લખનૌ સામે તે મુંબઈની 2024ની છેલ્લી મેચ હતી.         

ધીમી ઓવર રેટના કારણે પ્રતિબંધનો સામનો કરનાર હાર્દિક બીજો કેપ્ટન છે.     

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા ધીમી ઓવર રેટના કારણે IPLમાં પ્રતિબંધિત બીજા કેપ્ટન છે. હાર્દિક પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને IPL 2024માં જ એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. પંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની કરો યા મરો મેચમાં રમી શક્યો ન હતો. આઇપીએલ 2025 ઘણી રસપ્રદ રહેશે કારણકે આ વખતે ઘણા મોટા મોટા પ્લેયર ઓક્શનમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 

Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત

આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા

ABP Premium

વિડિઓઝ

Gujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણયNitin Pateત: ગૃહમાં વર્તનને લઈ MLA, મંત્રીઓને અધ્યક્ષની ટકોર પર નીતિન પટેલનું નિવેદનGujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટાMahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી

Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

Embed widget