શોધખોળ કરો

ભારતના વિસ્ફોટક બેટ્સમેને મુંબઇમાં ખરીદ્યો કરોડોનો આલિશાન બંગલો, અત્યારે IPLમાં કરી રહ્યો છે ધમાલ

ખાસ વાત છે કે પૃથ્વી એક સમયે મુંબઇના થાણેમાં ચાલીના નાનકડા ઘરમાં રહેતો હતો, હવે તેની સફર મુંબઇની લક્ઝરી એપાર્ટમેન્ટનો માલિક બનવા સુધીની થઇ ગઇ છે. 

મુંબઇઃ ભારતીય ટીમના યુવા ક્રિકેટર અને વિસ્ફોટક બેટ્સમેન ગણાતા પૃથ્વી શૉની ચર્ચા હવે ક્રિકેટ ગલિયારાઓમાં ખુબ થવા લાગી છે, પૃથ્વી શૉની ઉંમર નાની છે, કદ પણ નાનુ છે પણ સપનાઓ ખુબ મોટા છે. તાજતેરમાં જ 22 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શૉએ પોતાના એક સપનાને સાકાર કર્યુ છે, તેને મુંબઇમાં એક આલિશાન બંગલો, જે કરોડોની કિંમતનો છે તેને ખરીદ્યો છે. હાલમાં પૃથ્વી શૉ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ તરફથી ધમાલ મચાવી રહ્યો છે, અને રનોનો ઢગલા કરી રહ્યો છે. 

ખાસ વાત છે કે પૃથ્વી એક સમયે મુંબઇના થાણેમાં ચાલીના નાનકડા ઘરમાં રહેતો હતો, હવે તેની સફર મુંબઇની લક્ઝરી એપાર્ટમેન્ટનો માલિક બનવા સુધીની થઇ ગઇ છે. 

અહીં ખરીદ્યો કરોડોનો બંગલો - 
પૃથ્વી શૉએ મુંબઈના હાઇફાઇ એરિયામાં એટલે કે બાંદ્રા રિક્લેમેશનમાં એક પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રિપોર્ટ છે કે, બંગલાની કિંમત 10 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો પૃથ્વી શોના આ લક્ઝરી એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 2209 સ્ક્વેર ફૂટ છે જ્યારે એક ટેરેસ 1654 સ્ક્વેર ફૂટ છે. આ એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ-81 ઓરિયેટ સ્થિત છે. તેની સ્ટેમ્પ ડ્યુટીની કિંમત સાંભળશો તો તમે પણ આશ્ચર્ય પામશો. પૃથ્વીએ સ્ટેમ્પ ડ્યુટી તરીકે 52.5 લાખ રૂપિયા ચૂકવ્યા છે.

પૃથ્વીની ક્રિકેટરમાં સફળતા -
પૃથ્વી શૉએ જૂનિયર ક્રિકેટથી જ પોતાની પ્રતિભા બતાવી, તેને 2018માં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ બાદ આ વર્લ્ડ કપ જીતનારો ચોથો ભારતીય સુકાની બન્યો હતો. ત્યારબાદ આ આક્રમક ઓપનરે પાછળ વળીને જોયું નથી. તેણે આ વર્ષે ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જ્યારે 2020માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

2021માં શ્રીલંકા વિરુદ્ધ ટી20 ડેબ્યુ કરનારો પૃથ્વી શૉ હાલમાં આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો મહત્વનો ઓપનર બેટ્સમેન બની ગયો છે. પૃથ્વીએ આઈપીએલની 62 મેચમાં 25.23ની સરેરાશથી 1564 રન બનાવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  

RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 

Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  

Embed widget