CSKમાં વાપસી કરી રહ્યો છે આ ઘાતક ખેલાડી, બેટિંગ-બૉલિંગ બન્નેથી જીતાડી શકે છે મેચ, જાણો વિગતે
ચેન્નાઇ સુપર કિંગ્સમાં એક ઘાતક ખેલાડીની બહુ જલદી વાપસી થઇ રહી છે, અને આ ખેલાડી છે દીપક ચાહર. દીપક ચાહર વિરોધી ટીમ માટે સૌથી ખતરનાક ઓલરાઉન્ડર ગણાય છે,
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15 સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સની શરૂઆત એકદમ ખરાબ રહી છે, પ્રથમ બે મેચોમાં ટીમને જબરદસ્ત રીતે હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત છે કે, આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી છે અને ટીમની આગેવાની રવિન્દ્ર જાડેજા કરી રહ્યો છે. સતત હાર બાદ હવે ટીમ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ચેન્નાઇ સુપર કિંગ્સમાં એક ઘાતક ખેલાડીની બહુ જલદી વાપસી થઇ રહી છે, અને આ ખેલાડી છે દીપક ચાહર. દીપક ચાહર વિરોધી ટીમ માટે સૌથી ખતરનાક ઓલરાઉન્ડર ગણાય છે, કેમ કે દીપક ચાહર અનેકવાર ટીમને બેટિંગ અને બૉલિંગ બન્નેથી જીત અપાવી ચૂક્યો છે. લાંબા સમયથી ઇજાના કારણે બહાર રહેલો દીપક ચાહર હવે ટીમ સાથે બે અઠવાડિયામાં જોડાઇ જશે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, દીપક ચાહેરને બે અઠવાડિયા બાદ એનસીએમાંથી રિલીઝ કરી દેવામાં આવશે અને તે ફરીથી મુંબઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ સાથે જોડાઇ જશે. જો બધુ બરાબર રહે છે, તો દીપક ચાહર આગામી 25 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે મેદાનમાં રમતો જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સીએસકેએ ભારતીય ઓલરાઉન્ડર દીપક ચાહરને આઇપીએલ હરાજીમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દીપક ચાહર માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી.
આ પણ વાંચો.........
Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન