શોધખોળ કરો

CSK vs SRH : ચેન્નઇ અને હૈદરાબાદ વચ્ચે આજે મેચ, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં આજે બપોરે  ત્રણ વાગ્યે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં આજે બપોરે  ત્રણ વાગ્યે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. ચેન્નઈ અને હૈદરાબાદ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરશે. ચેન્નઇના બોલરો અને બેટ્સમેનના પ્રદર્શન સાતત્યનો અભાવ જોવા મળી રહ્યો છે.

ચેન્નઈને પ્રથમ મેચમાં કોલકાતા, બીજી મેચમાં લખનઉ અને ત્રીજી મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદની ટીમ પણ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. તેને પ્રથમ મેચમાં રાજસ્થાન સામે અને બીજી મેચમાં લખનઉ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ટીમના બેટ્સમેન અને બોલરોના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદની બોલિંગ અને બેટિંગમાં સારુ પ્રદર્શન રહ્યું નથી. આ મેચમાં બંને ટીમોમાં ફેરફાર જોવા મળી શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો ઓપનર ઋતુરાજ ગાયકવાડ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તેણે પ્રથમ ત્રણ મેચમાં કુલ બે રન બનાવ્યા છે. આમ છતાં તેને ફરી તક આપવામાં આવી શકે છે. જાડેજા અને અંબાતી રાયડુ પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા છે. મોઈન અલી પણ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યો છે. રોબિન ઉથપ્પા, શિવમ દુબે અને મહેન્દ્ર સિંહ ધોનીનું પ્રદર્શન સારુ રહ્યું છે. બોલિંગની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના ડ્વેન પ્રિટોરિયસનું પ્રદર્શન સારુ રહ્યું છે. ડ્વેન બ્રાવો પણ કાંઇ ખાસ કમાલ કરી શક્યો નથી.

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અત્યાર સુધી કોઇ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નથી. એડન માર્કરામે પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી જ્યારે બીજી મેચમાં રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસન પણ સારુ પ્રદર્શન કરી શક્યો નથી. બોલિંગમાં પણ કોઇ બોલરનું પ્રદર્શન ટીમને જીત અપાવે તેવું રહ્યું નથી. ઉમરાન મલિકના સ્થાને ઝડપી બોલર કાર્તિક ત્યાગીને તક આપવામાં આવી શકે છે.

 ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, ક્રિસ જોર્ડન, મુકેશ ચૌધરી.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન

કેન વિલિયમસન, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક/કાર્તિક ત્યાગી, ટી નટરાજન.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયોAhmedabad News: અમદાવાદમાં મિશન થ્રી મિલિયન ટ્રી અભિયાનનો ફિયાસ્કો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Embed widget