(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: 42 રનની ઈનિંગ રમીને વૉર્નરે રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર પહેલો ખેલાડી બન્યો
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર પોતાના રંગમાં જોવા મળ્યો અને વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
David Warner Records: દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર પોતાના રંગમાં જોવા મળ્યો અને વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વોર્નર IPLમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
આ રેકોર્ડવાળો પ્રથમ ખેલાડીઃ
ડેવિડ વોર્નરે KKR સામે 26 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, તે પોતાની અડધી સદી બનાવી શક્યો ન હતો અને ઉમેશ યાદવના બોલ પર સુનીલ નારાયણના હાથે કેચ આઉટ થયો હતો. જોકે, પોતાની આ 42 રનની ઇનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે IPLમાં બે અલગ-અલગ ટીમો સામે રમતાં 1000થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વોર્નરે પંજાબ સામે 22 ઇનિંગ્સમાં રમીને 1005 રન બનાવ્યા છે. આ સિવાય તેણે KKR સામે 26 મેચમાં 1008 રન બનાવ્યા છે. વોર્નર IPLમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
આ સિઝનમાં અદ્ભૂત પ્રદર્શનઃ
જો આ સિઝનમાં ડેવિડ વોર્નરના પ્રદર્શનની વાત કરીએ તો તેનું અત્યાર સુધીનું પ્રદર્શન ખુબ સારું રહ્યું છે. આ સિઝનમાં અત્યાર સુધી તે માત્ર 5 મેચ રમ્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી 219 રન થયા છે. તેની એવરેજ 54.75 છે. જ્યારે તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 157.53 રહ્યો છે.