KKR vs DC: કુલદીપ યાદવે કોલકાતા સામે કરી IPL કેરિયરની સૌથી સારી બોલિંગ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
IPL 2022: દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2022ની 41મી મેચમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.
![KKR vs DC: કુલદીપ યાદવે કોલકાતા સામે કરી IPL કેરિયરની સૌથી સારી બોલિંગ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો KKR Vs DC Best IPL Figures For Kuldeep Yadav Delhi Capitals Vs Kolkata Knight Riders IPL 2022 KKR vs DC: કુલદીપ યાદવે કોલકાતા સામે કરી IPL કેરિયરની સૌથી સારી બોલિંગ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/28/701168348e9f5530927dc98b4e54e862_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2022: દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2022ની 41મી મેચમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. કુલદીપે 3 ઓવરમાં માત્ર 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ કુલદીપની આઈપીએલ કારકિર્દીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સાથે કુલદીપ યાદવે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ પહેલાં કુલદીપે IPL 2018માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. આ દરમિયાન કુલદીપે કેપ્ટન શ્રેયસ અય્યર, બાબા ઈન્દ્રજીત, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલની વિકેટ લીધી હતી. આ ચારેય વિકેટ દિલ્હી માટે મહત્વની હતી. કુલદીપે 3 ઓવરમાં માત્ર 14 રન આપ્યા અને 4 વિકેટ લીધી. આ સાથે તેણે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડ્યો. આ પહેલા કુલદીપે IPL 2018માં રાજસ્થાન સામે 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
નોંધનીય છે કે, કુલદીપની આઈપીએલ કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. તેણે 53 મેચમાં 57 વિકેટ લીધી છે. આ દરમિયાન કુલદીપે 3 વખત ચાર કે તેથી વધુ વિકેટ લીધી છે. કુલદીપ અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ હતો. IPLની આ સિઝનના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 8 મેચમાં 17 વિકેટ ઝડપી છે.
આઈપીએલમાં કુલદીપનું શ્રેષ્ઠ પ્રદર્શનઃ
4/14 DC vs KKR 2022
4/20 KKR vs RR 2018
4/35 DC vs KKR 2022
આ પણ વાંચોઃ
DC vs KKR: દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી મેચ જીતી લીધી, પોવેલે 16 બોલમાં 33 રન બનાવી વિનિંગ ઈનિંગ રમી
"ગગન"નો ઉપયોગ કરીને પ્લેનનું સફળ લેન્ડિંગ કરનાર ભારત એશિયાનો પહેલો દેશ બન્યો, જાણો ગગનની વિશેષતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)