છેલ્લી ઓવરના 'નૉ બૉલ'ના નાટક પર કેપ્ટન પંતે મેચ બાદ શું કહ્યું, ખરેખરમાં શું છે નિયમ, જાણો
રાજસ્થાનન મેકૉયની છેલ્લી ઓવરમાં દિલ્હીના બેટર પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ ઓન રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું.
![છેલ્લી ઓવરના 'નૉ બૉલ'ના નાટક પર કેપ્ટન પંતે મેચ બાદ શું કહ્યું, ખરેખરમાં શું છે નિયમ, જાણો IPL 2022: DC captain rishabh pant accepted his mistake after match, know no ball rules છેલ્લી ઓવરના 'નૉ બૉલ'ના નાટક પર કેપ્ટન પંતે મેચ બાદ શું કહ્યું, ખરેખરમાં શું છે નિયમ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/22/334340486238221c3d33db8ae545d6f2_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ગઇરાત્રે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મેચમાં એક નાટક જોવા મળ્યુ, જોકે, રોમાંચક મેચમાં અંતે રાજ્સ્થાને 15 રનથી દિલ્હીને હાર આપી હતી, જોકે છેલ્લી ઓવરમાં 'નૉ બૉલ'ને લઇને વિવાદ થઇ ગયો અને દિલ્હીના કેપ્ટને પોતાના બેટ્સમેનોને મેદાન છોડીને પાછા આવી જવા માટે કહ્યું હતુ. પંતની આ હરકતને દરેક લોકો વખોડી રહ્યાં છે. જોકે મેચ બાદ પંતે પોતાની ભૂલને કબુલ કરી હતી અને નિયમ અંગે એમ્પાયરનુ ધ્યાન દોર્યુ હતુ.
રાજસ્થાનન મેકૉયની છેલ્લી ઓવરમાં દિલ્હીના બેટર પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ ઓન રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું. હવે આ બોલમાં સિક્સ તો ગઈ પરંતુ અમ્પાયરે નો બોલ ન આપતા પંત ગુસ્સે થઈ ગયો હતો.
મેચ બાદ પંતે ભૂલ કબુલી -
પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશન દરમિયાન પંતે કહ્યું કે મને લાગે છે કે રાજસ્થાને સારી બોલિંગ કરી હતી પરંતુ પોવેલે ક્યાંક મેચ અમારી તરફેણમાં ફેરવી દીધી હતી. થર્ડ અમ્પાયરે કે કોઈએ ચેક કરવું જોઈએ કે નો બોલ છે પણ તે મારા કંટ્રોલમાં નથી તેથી હું કંઈ કરી શકતો નથી. આવું થવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત પરંતુ તે રમતનો એક ભાગ છે. હું મારા ખેલાડીઓને કહીશ કે વધુ વિચાર ન કરો અને આગામી મેચ માટે તૈયારી કરો.
શું છે નૉ બૉલનો નવો નિયમ -
નો બોલ મુદ્દે નિયમ એવો છે કે જ્યારે બેટર ફુલ ટોસ બોલ પર આઉટ થાય છે ત્યારે જ થર્ડ અમ્પાયર નો બોલને ચેક કરી શકે છે. જો સિક્સર માટે ફુલટોસ બોલ ફટકારવામાં આવે અને બેટર દ્વારા એવી માંગ કરવામાં આવે કે નો બોલને તપાસવામાં આવે, તો તે થઈ શકે નહીં. આ સ્થિતિમાં થર્ડ અમ્પાયર ફક્ત ફ્રન્ટ ફુટ નો બોલને જ ચેક કરી શકે છે.
આ પણ વાંચો...........
તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ
ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો
90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન
ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)