(Source: ECI/ABP News/ABP Majha)
'નૉ બૉલ' મામલે ફરી પંત એમ્પાયર સાથે ઝઘડ્યો, હાઇવૉલ્ટેજ ડ્રામાનો વીડિયો વાયરલ
ખરેખરમાં આ ઘટના કેકેઆરની બેટિંગ દરમિયાન 17મી ઓવરમાં ઘટી હતી, દિલ્હીના સ્પીનર લલિત યાદવે 17મી ઓવરમાં ત્રીજો બૉલ ફેંક્યો, જેને નીતીશ રાણાએ બોલ ડીપ પોઈન્ટ પર છગ્ગા રન માટે મોકલ્યો હતો.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇરાત્રે રોમાંચક મેચમાં દિલ્હીએ કોલકત્તાને ચાર વિકેટે હરાવ્યુ. આ સાથે જ દિલ્હી આઠ મેચોમાં આ સિઝનમાં ચાર હાર સાથે ચાર જીત સાથે પૉઇન્ટ ટેબલમાં 6ઠ્ઠા નંબર પર આવી ગઇ છે. તો વળી બીજીબાજુ કોલકત્તા નાઇટ રાઇડર્સ સતત પાંચમી હાર સાથે આઠમા નંબર પર આવી ગયુ છે. ખાસ વાત છે કે મેચમાં ફરી એકવાર દિલ્હી કેપિટલ્સના ઋષભ પંતનો ગુસ્સા વાળો સ્વભાવ જોવા મળ્યો. હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં નૉ બૉલને લઇને ફરી એકવાર મેદાન પર એમ્પયાર સાથે દલીલો કરતો જોવા મળી રહ્યો છે.
ખરેખરમાં આ ઘટના કેકેઆરની બેટિંગ દરમિયાન 17મી ઓવરમાં ઘટી હતી, દિલ્હીના સ્પીનર લલિત યાદવે 17મી ઓવરમાં ત્રીજો બૉલ ફેંક્યો, જેને નીતીશ રાણાએ બોલ ડીપ પોઈન્ટ પર છગ્ગા રન માટે મોકલ્યો હતો. આ બૉલ સીધો અને કમરથી ઉપરનો ભાગ પર હોવાથી લેગ-અમ્પાયરે તેને નૉ બૉલ જાહેર કરીને ફ્રી હીટ આપી દીધી હતી. આ ઘટનાને જોઇને ફરી એકવાર ઋષભ પંત ગુસ્સો ભરાયો હતો, અને એમ્પાયર અનિલ ચૌધરી સાથે દલીલો કરીને ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે, એમ્પાયરે સમગ્રા મામલે પંતને સમજાવ્યો અને બાદમાં મામલો થાલે પડ્યો હતો, આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
— Addicric (@addicric) April 28, 2022
રાજસ્થાન રૉયલ્સ સામે પણ થયો હતો નૉ બૉલ વિવાદ
આ પહેલા દિલ્હી કેપિટલ્સની રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ નૉ બૉલ વિવાદ થયો હતો. ઋષભ પંતે ગુસ્સામા આવીને નૉ-બૉલના વિવાદ બાદ પોતાના બેટ્સમેનોને ગ્રાઉન્ડમાંથી પાછા બોલાવવાનો ઇશારો કર્યો હતો, અને બાદમાં પંત, શાર્દૂલ ઠાકુર અને પ્રવિણ આમરેને આઇપીએલ કમિટીએ મોટો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો.......
Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ
અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર
બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ