Video: CSK અને RCB વચ્ચેની મેચ દરમિયાન ઘૂંટણીયે પડી યુવતીએ યુવકને કર્યું પ્રપોઝ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ રમાઈ હતી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ રમાઈ હતી. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગ ચાલી રહી હતી, તે સમયે મેદાન પર કંઈક એવું થયું જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ચાલુ મેચ દરમિયાન અહીં એક છોકરીએ તેના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
Santhosham ga undandi🙌🏻 pic.twitter.com/houNPcolYW
— Varma (@Varma____) May 4, 2022
જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગની 11મી ઓવર ચાલી રહી હતી, તે સમયે ટીવી સ્ક્રીન પર આ કપલ્સ જોવા મળ્યું હતું. અહીં એક યુવતીએ ઘૂંટણીયે બેસીને તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું. પ્રસ્તાવ પછી બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા.
છોકરાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સી પહેરી હતી અને છોકરીએ પણ લાલ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે યુવતીએ પ્રપોઝ કર્યું ત્યારે મેદાન પર સૌ કોઇએ તાળીઓ પાડી હતી. આ સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે IPL મેચમાં મેદાન પર આ પ્રકારની ઘટના બની હોય. ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી દીપક ચહરે ગયા વર્ષે મેદાન પર જ મેચ પૂરી થયા બાદ તરત જ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. IPL પૂરી થયા બાદ જ બંનેએ સગાઈ કરી લીધી હતી.