IPL 2022 ટ્રૉફી જીત્યા બાદ હાર્દિક પંડ્યાને મળી આ ખાસ ગિફ્ટ, ઇન્સ્ટા પર શેર કર્યો વીડિયો
આ ગિફ્ટ એક કસ્ટમાઇઝ કરવામાં આવેલુ પેન્ડેટછે, જેના પર એક બાજુ ગુજરાત ટાઇટન્સ અને બીજીબાજુ IPL 2022 ચેમ્પીયન (કેપ્ટન) લખેલુ છે
Hardik Pandya Flaunts Special Gift: બિઝનેસમેન વીરા પહારિયા (Veera Pahariya )એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને ચેમ્પીયન બનાવનારા હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને એક સ્પેશ્યલ ગિફ્ટ (Special Gift) આપી છે. હાર્દિક પંડ્યા આ ગિફ્ટને પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર શેર પણ કરી છે. તેની પત્ની નતાશા સ્ટાનકોવિક આ ગિફ્ટનો વીડિયો બનાવતી દેખાઇ રહી છે. હાર્દિક પંડ્યા આ ગિફ્ટને મેળવીને ખુબ ખુશ દેખાઇ રહ્યો છે.
આ ગિફ્ટ એક કસ્ટમાઇઝ કરવામાં આવેલુ પેન્ડેટછે, જેના પર એક બાજુ ગુજરાત ટાઇટન્સ અને બીજીબાજુ IPL 2022 ચેમ્પીયન (કેપ્ટન) લખેલુ છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, હાર્દિક પંડ્યા આ પેન્ડેટને ગળામાં પહેરેલુ છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સનુ એન્થમ સૉન્ગ પણ સંભળાઇ રહ્યું છે.
તમામ અનુમાનોને ખોટા સાબિત કરીને ચેમ્પીયન બન્યુ ગુજરાત -
IPL 2022ની મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પોતાના ડ્રાફ્ટમાં સામેલ કર્યો હતો. ક્રિકેટના કેટલાય જાણકારો અને પૂર્વ ક્રિકેટરોએ હાર્દિકની બૉલિંગ અને ફિટનેસ પર સવાલો ઉઠાવ્યા અને શંકા વ્યક્ત કરી હતી. એવુ એટલા માટે કેમ કે લાંબા સમયથી હાર્દિક પંડ્યા બૉલિંગ ન હતો કરી રહ્યો, અને સીનિયર લેવલ પર તેને એકવાર પણ કેપ્ટનશીપ ન હતી કરી, પરંતુ હાર્દિક પંડ્યા આ આઇપીએલ સિઝનમાં આ તમામ શંકાઓને બાજુમાં રાખી દેતા ગુજરાતને આઇપીએલ 2022નુ ચેમ્પીયન બનાવી દીધુ.
આ પણ વાંચો......
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ
મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય
EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી
Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ
Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી
Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર