![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આજે બેંગ્લૉર-હૈદરાબાદ જંગ, ક્યારે ને ક્યાંથી જોઇ શકશો RCB vs SRH મેચનુ લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
હૈદરાબાદની ટીમે શરૂઆતમાં સળંગ હાર બાદ સારી વાપસી કરી છે, તો બીજીબાજુ બેંગ્લૉરની ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. જાણો ક્યાંથી ને ક્યારે રમાશે આ મેચ.........
![આજે બેંગ્લૉર-હૈદરાબાદ જંગ, ક્યારે ને ક્યાંથી જોઇ શકશો RCB vs SRH મેચનુ લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે ipl 2022: how to watch live where and when to rcb vs srh match આજે બેંગ્લૉર-હૈદરાબાદ જંગ, ક્યારે ને ક્યાંથી જોઇ શકશો RCB vs SRH મેચનુ લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/8d4a4f9168e3f0142a03a077607053b9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2022 RCB vs SRH Live Streaming: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બેંગ્લૉર સામે હૈદરાબાદની જોરદાર ટક્કર જોવા મળશે. આજે ટૂર્નામેન્ટમાં ડબલ હેડર મેચો રમાશે, જેમાં શનિવારે બીજી એટલેકે 36મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ આમને સામને થશે.
હૈદરાબાદની ટીમે શરૂઆતમાં સળંગ હાર બાદ સારી વાપસી કરી છે, તો બીજીબાજુ બેંગ્લૉરની ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. જાણો ક્યાંથી ને ક્યારે રમાશે આ મેચ.........
જાણો ક્યારે ને ક્યાં રમાશે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ ?
બેંગ્લૉર અને હૈદરાબાદની આજની શનિવારની આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે, મેચનો ટૉસ સાંજે 7 વાગે થશે અને 7.30 વાગે મેચ શરૂ થઇ જશે.
જો તમે બેંગ્લૉર અને હૈદરાબાદ વચ્ચેની મેચને જોવા માંગતા હોય તો તમે આનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકો છો, એટલે કે મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.
ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો...........
તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ
ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો
90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન
ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)