IPL 2022, KKR vs GT: અય્યર મારી પ્રપોઝલ સ્વીકારશે તો હું મારું નામ બદલીને બબીતા કરી દઈશ, ફેન ગર્લનું પોસ્ટર વાયરલ
IPL 2022: આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે
IPL 2022: આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. મેચમાં ગુજરાત ટાઈટન્સ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. આ મુકાબલો નીહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવ્યા છે. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર શેર કર્યુ છે, જે વાયરલ થઈ છે.
પોસ્ટ મુજબ, એક યુવતી તેના હાથમાં પ્લે કાર્ડ લઈને ઉભી છે. જેમાં તેણે લખ્યું છે કે જો અય્યર તેની પ્રપોઝલ સ્વીકારશે તો હું મારું નામ બદલીને બબીતા કરી દઈશ. કેપ્શનમાં અય્યરને ટેગ કરીને જવાબ આપવા પણ જણાવાયું છે. જેના પર લોકો અનેક પ્રકારની કમેંટ કરી છે.
Tag @ShreyasIyer15 in the replies!#KKRHaiTaiyaar #KKRvGT #IPL2022 pic.twitter.com/kKR7DsmxdS
— KolkataKnightRiders (@KKRiders) April 23, 2022
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં બબીતા અય્યરની પત્ની છે. જેને લઈ આ યુવતીએ માત્ર ફન માટે પોસ્ટરમાં આવો ઉલ્લેખ કર્યો છે.
પોઇન્ટ ટેબલની શું છે સ્થિતિ
શુક્રવારે રાત્રે દિલ્હી સામેની મેચ જીતતાં જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. રન રેટના આધારે આ ટીમ ટોચ પર છે. રાજસ્થાન 7 મેચમાંથી 5માં જીત્યું છે અને 2માં હાર થઈ છે. 0.432 નેટ રન રેટ અને 10 પોઇન્ટના આધારે પ્રથમ ક્રમે છે. ગુજરાત ટાઈટન્સ 6 મેચમાંથી 5 જીત્યું અને 1 હાર્યું છે. 0.395 નેટ રન રેટ અને 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આરસીબી 7 મેચમાંથી 5 જીત્યું અને બે હાર્યું છે. 0.251ના નેટ રન રેટ અને 10 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. લખનઉ સુપર જાયટન્સ 8 પોઇન્ટ સાથે ચોથા, સનરાઇઝર્સ હૈદરાબાદ પણ 8 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. ચેન્નઈ નવમાં અને મુંબઈ ઈન્ડિન્સ 10માં ક્રમે છે.
ઓરેન્જ કેપ
રાજસ્થાનનો જોસ બટલર 7 મેચમાં 491 રન સાથે ઓરેન્જ કેપમાં ટોચ પર છે. બટલર ચાલુ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે અને ત્રણ સદી ફટકારી છે. લખનઉનો કેપ્ટન કેએલ રાહુલ 7 મેચમાં 265 રન સાથે બીજા અને દિલ્હીનો પૃથ્વી શો 7 મેચમાં 254 રન સાથે ત્રીજા ક્રમે છે.
પર્પલ કેપ
રાજસ્થાનનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 7 મેચમાં 18 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. કુલદીપ યાદવ 7 મેચમાં 13 વિકેટ સાથે બીજા અને ડ્વેન બ્રાવો 7 મેચમાં 12 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.