IPL 2022 PBKS vs SRH: હૈદરાબાદે 7 વિકેટે જીત મેળવી, નિકોલસ પૂરન અને માર્કરમે વિનીંગ ઈનિંગ રમી
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે
LIVE
Background
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંન્ને ટીમો પોતાની ચોથી જીત મેળવવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી બંન્ને ટીમોનું પ્રદર્શન સીઝનમાં સારુ રહ્યુ છે જેથી મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે.
પિચની સ્થિતિ
આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. અહીં ઝડપી બોલરોને શરૂઆતમાં હળવો બાઉન્સ મળે છે. પહેલા બેટિંગ કરનાર ટીમ ઓછામાં ઓછા 170 રનનો સ્કોર બનાવે છે. જોકે, આ પીચ પર બોલર અને બેટ્સમેન બંનેને મદદ મળે છે. આવી સ્થિતિમાં મેચમાં ટક્કર થવાની આશા છે.
હૈદરાબાદ પાસે જીતવાની તક છે
હૈદરાબાદે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે. આ સિવાય ટીમે ફરી એકવાર પોતાની લય હાંસલ કરી છે. આવી સ્થિતિમાં પંજાબ માટે તેમને રોકવું મુશ્કેલ બનશે કારણ કે પંજાબ સતત પ્રદર્શન કરી શક્યું નથી.
સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટે જીત મેળવી
સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટે જીત મેળવી, નિકોલસ પૂરને 35 રન અને માર્કરમે 41 રનની વિનીંગ ઈનિંગ રમી હતી.
હૈદરાબાદ જીત તરફઃ 11 બોલમાં 12 રનની જરુર
નિકોલસ પૂરન અને માર્કરમે શાનદાર ઈનિંગ રમીને ટીમને જીત તરફ લઈ ગયા છે. હાલ ટીમનો સ્કોર 140 રન પર પહોંચ્યો છે અને 11 બોલમાં 12 રનની જરુર છે.
સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો
સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો. હાલ નિકોલસ પૂરન અને માર્કરમે હાલ ટીમની બાજી સંભાળી છે. હૈદરાબાદનો સ્કોર - 15 ઓવરના અંતે 111 રન પર પહોચ્યો છે.
હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવી, 52 બોલમાં 68 રનની જરુર, સ્કોર - 84 રન
હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવી. કેન વિલિયમ્સન (3 કન), રાહુલ ત્રિપાઠી (34 રન), અભિષેક શર્મા (31 રન) આઉટ થયા છે. હાલ એડન માર્કરમ અને નિકોલસ પુરન રમતમાં છે. હૈદરાબાદને 52 બોલમાં 68 રનની જરુર
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સન 3 રન બનાવી આઉટ
પંજાબ કિંગ્સને શરુઆતમાં મોટી સફળતા મળી હતી. રબાડાના બોલ પર સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સન માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. હાલ અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી રમતમાં. સ્કોર 23 રન.