જીત સાથે જ દિલ્હી પૉઇન્ટ ટેબલમાં આ મામલે બની ગઇ નંબર-વન ટીમ, થયો આ મોટો ફાયદો
દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી રહેલી પંજાબની ટીમને 20 ઓવરમાં માત્ર 115 રન પર જ રોકી દીધુ, બાદમાં દિલ્હીની ટીમે તાબડતોડ બેટિંગ કરતા 10.3 ઓવર રમીને 119 રન કરીને મેચ જીતી લીધી,
IPL 2022 Point Table: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15માં ગઇકાલે રમાયેલી દિલ્હી અને પંજાબની મેચમાં જબરદસ્ત રનરેટમાં ઉલટફેર જોવા મળ્યો. દિલ્હીની ટીમે પંજાબે આપેલા 115 રનના ટાર્ગેટને માત્ર 10.3 ઓવરમાં હાંસલ કરી લીધો, આ સાથે જ પૉઇન્ટ ટેબલમાં દિલ્હીને રનરેટમાં જબરદસ્ત ફાયદો થયો છે.
દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી રહેલી પંજાબની ટીમને 20 ઓવરમાં માત્ર 115 રન પર જ રોકી દીધુ, બાદમાં દિલ્હીની ટીમે તાબડતોડ બેટિંગ કરતા 10.3 ઓવર રમીને 119 રન કરીને મેચ જીતી લીધી, જીત સાથે દિલ્હીને માત્ર પૉઇન્ટમાં જ નહીં પરંતુ રનરેટમાં પણ જોરદાર સુધારો થયો.
57 બૉલ અને 9 વિકેટ બાકી રહેતા મેળવેલી જીતના કારણે દિલ્હી કેપિટલ્સની નેટ રનરેટ પ્લસ 0.942 પર પહોંચી ગઇ છે, અને પૉઇન્ટ ટેબલમાં તે છઠ્ઠા સ્થાન પર છે.
આવી રહી દિલ્હી કેપિટલ્સની દમદાર જીત
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો નવ વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા આખી ટીમ ફક્ત 115 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 10.3 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને 9 વિકેટે મોટી જીત નોંધાવી હતી.
દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નરે શાનદાર અણનમ અડધી સદી ફટકારી હતી. વોર્નરે 30 બોલમાં અણનમ 60 રન ફટકાર્યા હતા જેમાં તેણે 10 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. તે સિવાય પૃથ્વી શૉએ પણ 41 રન બનાવ્યા હતા.
આ અગાઉ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ફક્ત 54 રનમાં જ પંજાબે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ધવન 9, મયંક 24, લિવિંગસ્ટોન 2 અને જોની બેયરસ્ટો 9 રન બનાવીને પરત ફર્યા હતા. ટીમ માટે જીતેશે 23 બોલમાં 32 રન બનાવ્યા હતા.
જીતેશે 23 બોલમાં 5 ફોરની મદદથી 32 રન બનાવ્યા હતા. અંતમાં રાહુલ ચહરે એક ફોર અને એક સિક્સરની મદદથી 12 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને લલિત યાદવે 2-2 વિકેટ લીધી હતી.