IPL 2022: ચેન્નાઈ સામે શૂન્ય પર આઉટ થયેલા રોહિત શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
ચેન્નાઈ સુપરકિંગ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ રહ્યો છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર નિષ્ફળ રહ્યો છે. આજની મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો
IPL 15માં ચેન્નાઈ સુપરકિંગ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ રહ્યો છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર નિષ્ફળ રહ્યો છે. આજની મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ મેચમાં રોહિત શર્માને ચેન્નાઈના સ્ટાર બોલર મુકેશ ચૌધરીએ પોતાનો શિકાર બનાવ્યો હતો.
આ રેકોર્ડ રોહિતના નામે નોંધાયોઃ
ચેન્નાઈ ટોસ હાર્યા બાદ મુંબઈએ પ્રથમ બેટિંગ શરૂ કરી હતી. ટીમનો ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર મુકેશ ચૌધરીના બોલ પર આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ તેનો પાર્ટનર ઈશાન કિશન પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહીં અને તે પણ શૂન્ય પર આઉટ થઈ ગયો. આ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
રોહિત શર્મા IPLમાં સૌથી વધુ ડક્સ આઉટ થનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા IPLમાં 14મી વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો છે. આ યાદીમાં તેના પછી રહાણે, પાર્થિવ, રાયડુ, મનદીપ, હરભજન અને પીયૂષ ચાવલા છે. આ ખેલાડીઓ IPLમાં 13 વખત શૂન્ય પર આઉટ થયા છે.
ઋતુરાજ ગાયકવાડ પણ ઝીરો પર આઉટઃ
મુંબઈની ઈનિંગ પુરી થયા બાદ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ પણ આજે મેચની પહેલી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. આમ રોહિત શર્મા બાદ ચેન્નાઈનો ખેલાડી પણ ઝીરો રન પર આઉટ થયો હતો.
મુંબઈ ઈંડિયન્સની પ્લેઈંગ ઈલેવનઃ ઈશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, સુર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, રિલે મેરેડીથ, હ્રિતિક શોકીન, જયદેવ ઉનડકટ, જસપ્રિત બુમરાહ
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનઃ ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દૂબે, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની, મિશેલ સેન્ટનર, ડ્વેઈન પ્રિટોરીયસ, ડ્વેન બ્રાવો, મુકેશ ચૌધરી, મહીશ થીક્ષાના