CSK vs RR: ચેન્નઇને પાંચ વિકેટે હરાવી પ્લે ઓફમાં પહોંચી રાજસ્થાન રોયલ્સ, અશ્વિનની શાનદાર ઇનિંગ
આ મેચમાં રાજસ્થાનની જીતનો હીરો આર અશ્વિન રહ્યો હતો. જેણે 23 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી
Rajasthan Royals vs Chennai Super Kings: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 68મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સને પાંચ વિકેટે હાર આપી હતી. આ મેચ જીત્યા બાદ રાજસ્થાને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. રાજસ્થાને 19.5 ઓવરમાં 5 વિકેટના નુકસાને 151 રન ફટકારી મેચ જીતી લીધી હતી.
READ: @rajasthanroyals overcame a Moeen Ali show & beat #CSK by five wickets to secure a Top 2⃣ finish for the #TATAIPL 2022 Playoffs. 👌 👌 - By @ameyatilak
— IndianPremierLeague (@IPL) May 20, 2022
Here's the match report 🔽 #RRvCSK https://t.co/Hn0IMxG8Ng
આ મેચમાં રાજસ્થાનની જીતનો હીરો આર અશ્વિન રહ્યો હતો. જેણે 23 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેના સિવાય યશસ્વી જયસ્વાલે પણ 44 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી.
આ જીત બાદ રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સિઝનની છેલ્લી મેચમાં પણ ચેન્નઇ સારુ પ્રદર્શન કરી શકી નહોતી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
અશ્વિને રોમાંચક જીત અપાવી
151 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. આ સિઝનમાં શાનદાર ફોર્મમાં રહેલો બટલર 2 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સંજુ સેમસન અને યશસ્વીએ સ્કોરને આગળ વધાર્યો હતો. બંનેએ 50 રનની પાર્ટનરશીપ કરી હતી. દરમિયાન સંજુ 15 રન બનાવીને સેન્ટનરના બોલ પર આઉટ થયો હતો.
તેના આઉટ થયા બાદ યશસ્વીએ તેની અડધી સદી પૂરી કરી હતી. અને 59 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ હેટમેયર 6 રન બનાવીને આઉટ થયો હતો. જો કે આ પછી અશ્વિન અને પરાગે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. આ દરમિયાન અશ્વિન અને પરાગે છઠ્ઠી વિકેટ માટે 39 રન પાર્ટનરશીપ કરી ટીમને જીત અપાવી હતી. આ મેચમાં અશ્વિને 23 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ જીત સાથે રાજસ્થાને પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું હતું.
મોઈન અલીએ શાનદાર ઇનિંગ રમી હતી
મોઈન અલી (93)ની શાનદાર ઈનિંગ્સને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. કોનવે અને મોઈને 39 બોલમાં 83 રનની ભાગીદારી નોંધાવી હતી.