KKR vs RR: ચહલે 17મી ઓવરમાં આ સિઝનની પ્રથમ હેટ્રિક સાથે 4 વિકેટ ઝડપી કોલકાતાને હરાવ્યું
આજે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ રોમાંચક રહી હતી. રાજસ્થાન રોયલ્સે આપેલા 218 રનના ટાર્ગેટ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 7 રનથી હારી ગયું હતું.
RR vs KKR, Match Highlights: આજે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ રોમાંચક રહી હતી. રાજસ્થાન રોયલ્સે આપેલા 218 રનના ટાર્ગેટ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 7 રનથી હારી ગયું હતું. આ મેચમાં કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐયરે બાજી સંભાળી હતી પરંતુ અંતિમ ઓવરોમાં રાજસ્થાનના બોલર વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
ચહલની હેટ્રિકઃ
રાજસ્થાનના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલે કોલકાતા સામે પોતાની બોલિંગનું ટેલેન્ટ બતાવ્યું હતું. ચહલે આ મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી જેમાં શ્રેયસ ઐયરની મહત્વની વિકેટનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ ચહલે આજની મેચમાં હેટ્રિક વિકેટ લીધી હતી. આ હેટ્રિક આ આઈપીએલ સિઝનની પ્રથમ હેટ્રિક હતી. 17મી ઓવરમાં ચહલે પોતાની ઘાતક બોલિંગ બતાવી હતી. ઓવરના પહેલા બોલ પર વેંકટેશ ઐયરને વિકેટકીપર સેમસન સ્ટમ્પ આઉટ કરવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ ઓવરના ચોથા બોલ પર શ્રેયસ ઐયરને એલબીડબ્લુ આઉટ કર્યો હતો. ત્યાર બાદ પાંચમા બોલ પર શિવમ માવીને પરાગના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી ઓવરના અંતિમ બોલ પર પેટ કમિન્સને વિકેટકીપર સેમસન હાથે સ્ટમ્પ આઉટ કર્યો હતો અને હેટ્રિક વિકેટ ઝડપી હતી અને ઓવરમાં કુલ 4 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાનની શરુઆત સારી રહીઃ
પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જોસ બટલરે તોફાની ઈનિંગ રમીને સદી ફટકારી હતી. જોસ બટલરની આ સિઝનમાં બીજી સદી છે. આ સાથે દેવદત્ત પડ્ડીકલે 24 રન, સંજુ સેમસને 38 રન અને હેટમાયરે 26 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આમ રાજસ્થાને કોલકાતાને જીતવા માટે 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ પણ વાંચોઃ