Video: હંમેશા શાંત રહેનાર મુરલીધરન ને અગાઉ આટલો ગુસ્સે ક્યારેય નહી જોયા હોય
ઇન્ડિયન પ્રિમિયર લીગની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હાર આપી હતી
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હાર આપી હતી. આ જીત સાથે ગુજરાત પોઇન્ટ ટેબલ્સમાં ટોપ પર પહોંચી ગઇ છે. આ મેચમાં 19મી ઓવર સુધી હૈદરાબાદની ટીમ જીતશે તેવું લાગતુ હતું પરંતુ 20મી રાશિદ ખાન અને રાહુલ તેવટિયાએ 4 સિક્સ ફટકારી હારેલી બાજી જીતમાં ફેરવી દીધી હતી. 20મી ઓવર માર્કો જેનસને કરી હતી.
Muttiah Muralitharan was FURIOUS at Marco Jansen's final over 😡😡😡 pic.twitter.com/xIk4NDethi
— Pant's Reverse Sweep (@SayedReng) April 27, 2022
જોકે જ્યારે અંતિમ ઓવરમાં ગુજરાતના બેટ્સમેનો રન ફટકારી રહ્યા હતા ત્યારે હૈદરાબાદના ડગઆઉટમાં ફેન્સે એવો નજારો જોયો જેને જોઇને તેઓને વિશ્વાસ થઇ રહ્યો નથી. વાસ્તવમાં જ્યારે રાશિદ ખાન અને રાહુલ તેવટિયા સિક્સ ફટકારી રહ્યા હતા ડગઆઉટમાં બેસેલા હૈદરાબાદના સ્પિન બોલિંગ કોચ મુથૈય્યા મુરલીધરન પોતાની ખુરશી પરથી ઉભા થઇ ગયા અને ગુસ્સામાં કાંઇક બોલવા લાગ્યા હતા.
આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મુરલીધરનને આ રીતે ગુસ્સે થતા જોઇ ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે મુરલીધરન હંમેશા શાંત જોવા મળે છે.
ગુજરાતની ટીમ ભલે મેચ જીતી ગઇ હોય પરંતુ હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિકે તમામનું દિલ જીતી લીધું હતુ. આ મેચમાં ઉમરાન મલિકે પાંચ વિકેટ ઝડપી હતી. તેના સિવાય હૈદરાબાદનો એક પણ બોલર વિકેટ લઇ શક્યો નહોતો. શાનદાર પ્રદર્શન બદલ ઉમરાન મલિકને મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો.