દિલ્હી-રાજસ્થાન મેચના 'નૉ બૉલ' વિવાદ પર જયવર્ધનેનુ મોટુ નિવેદન, કોનો પક્ષ લીધો, જાણો
આઇસીસી ક્રિકેટ સમિતિના સભ્ય મહેલા જયવર્દનેનું માનવું છે કે મેચ દરમિયાન જો ફિલ્ડ અમ્પાયર કમર ઉપરના નૉ-બૉલમાં ખોટો નિર્ણય કરે છે, તો થર્ડ અમ્પાયરે તેમાં હસ્તક્ષેપ કરવો જોઇએ
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં થોડાક દિવસો અગાઉ એક મોટો ડ્રામા જોવા મળ્યો હતો, રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાને છેલ્લી ઓવરમાં નૉ બૉલને લઇને વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે આખરે બીસીસીઆઇએ આઇપીએલની આચાર સંહિતાના ભંગ કરવા બદલ દિલ્હીના કેપ્ટન ઋષભ પંત, શાર્દૂલ ઠાકુર અને કૉચ પ્રવિણ આમરેને સજા ફટકારી દીધી હતી. હવે આ વિવાદ અંગે દિગ્ગજ ક્રિકેટર અને મુંબઇ ઇન્ડિયન્સ કૉચ મહિલે જયવર્ધનેએ મોટુ નિવેદન આપ્યુ છે.
આઇસીસી ક્રિકેટ સમિતિના સભ્ય મહેલા જયવર્દનેનું માનવું છે કે મેચ દરમિયાન જો ફિલ્ડ અમ્પાયર કમર ઉપરના નૉ-બૉલમાં ખોટો નિર્ણય કરે છે, તો થર્ડ અમ્પાયરે તેમાં હસ્તક્ષેપ કરવો જોઇએ. ફિલ્ડ અમ્પાયરને વિવાદાસ્પદ નિર્ણયમાં સાવધ કરવા માટે થર્ડ અમ્પાયરે હસ્તક્ષેપ કરવો જોઇએ કે નહીં તેની આઇસીસીની બેઠકમાં ચર્ચા થવી જોઇએ.
જયવર્ધનેએ દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન નૉ બૉલ પર પહેલીવાર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, તેમને આ મામલે એમ્પ્યારની ભૂલ ગણાવી હતી. જયવર્ધનેએ કહ્યું કે, અમ્પાયરની કદાચ ભૂલ હતી પરંતુ આ પ્રકારના નો-બોલમાં થર્ડ અમ્પાયરની મદદ લેવાનો કોઇ નિયમ નથી. આ એક એવી બાબત છે જે અંગે ચર્ચા થવી જરૂરી છે.
જયવર્ધનેએ એમ પણ કહ્યું હતુ કે, મેચ દરમિયાન કોઇ પણ કોચ કે ખેલાડીનું આ પ્રકારની ઘટનામાં મેદાનમાં આવવું યોગ્ય નથી. આઇપીએલમાં સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ આપવામાં આવે છે અને આ સમયમાં જ કોઇ ખેલાડી કે કોચ મેદાનમાં જઇ શકે છે.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા