શોધખોળ કરો

IPL 2023: જેસન રૉય સામેલ થતા મજબૂત થઇ કોલકત્તાની ટીમ, ગુજરાત ટાઇટન્સ સામે 9 એપ્રિલે રમાશે મેચ

કોલકત્તાએ  પોતે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેના સામેલ થવાની જાણકારી ટ્વિટ કરી હતી.

IPL 2023 GT vs KKR:  જેસન રોય સામેલ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વધુ મજબૂત બની છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો આ ડેશિંગ બેટ્સમેન ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા કોલકત્તા ટીમ સાથે જોડાયો હતો. બંને ટીમો વચ્ચે 9 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. જેસન રોય 8 એપ્રિલની સવારે અમદાવાદ પહોંચ્યો હતો. તે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રમવાનો છે. કોલકત્તાએ  પોતે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા તેના આગમનની માહિતી ટ્વિટ કરી હતી.

કેકેઆરએ કર્યું સ્વાગત

જેસન રોયનું અમદાવાદ આગમન પર કોલકત્તાએ સ્વાગત કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું, અમને ખબર હતી કે તમે આની રાહ જોઈ રહ્યા છો. સ્વાગતમ રોય દા. જેસન રોય ઓપનર તરીકે રમે છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેના આવ્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની ઓપનિંગની સમસ્યા ઉકેલાઇ ગઈ છે. નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયર IPL 2023 માંથી બહાર હોવાથી KKRની બેટિંગ નબળી દેખાતી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સે જેસન રોયને 2.8 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રોય અગાઉ 2021માં IPL રમી ચૂક્યો છે. આ પછી, ગયા વર્ષે તેણે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો હતો. IPL 2022ની મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો. જેસન રોય વર્ષ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. ત્યારબાદ તેણે 5 મેચમાં 30ની એવરેજથી 150 રન બનાવ્યા. વર્ષ 2020 માં તે દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.

બીજી મેચમાં KKRનો વિજય થયો હતો

કોલકાતા નાઈટ રાઈડર્સને તેની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબે ડકવર્થ/લુઈસ નિયમના આધારે KKRને 7 રનથી હરાવ્યું હતું. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સે આગામી મેચમાં આરસીબી સામે જોરદાર વાપસી કરી હતી. આ મેચમાં KKRએ બેંગ્લોરને 81 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. શાર્દુલ ઠાકુરે આરસીબી સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

IPL: હાર્દિકની ટીમમાં ધમાલ મચાવી રહ્યો છે આ ખતરનાક બેટ્સમેન, એકસમયે પંજાબ કિંગ્સે અપમાનિત કરીને છીનવી લીધી હતી કેપ્ટનશીપ,

IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે તમામ ટીમો એકબીજા સામે ટકરાઇ રહી છે, અને હવે આ કડીમાં હાર્દિક પંડ્યાની ટીમ સૌથી ઉપર છે, અત્યારે પૉઇન્ટ ટેબલમાં હાર્દિકની ટીમ તમામ બે મેચો જીતીને ટૉપ પર છે, હાર્દિકની ટીમમાં હવે એક ખતરનાક ખેલાડીનો વાપસી થઇ ચૂકી છે, જે ગઇ સિઝનનો વિનર પણ છે. જેનુ નામ છે ડેવિડ મિલર. ડેવિડ મિલર સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન છે. અને આઇપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે. 

ખાસ વાત છે કે, IPL 2023માં ગુજરાત ટાઈટન્સે ગઇકાલે રમાયેલી પોતાની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી દીધુ. આ મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમે 11 બૉલ બાકી રહેતા 4 વિકેટથી મેચ પોતાના નામે કરી હતી. ગુજરાતનો એક બેટ્સમેન ગત સિઝનથી શાનદાર ફોર્મમાં છે. લક્ષ્યનો પીછો કરતી વખતે તેની એવરેજ 150થી પણ વધુ હોય છે. આ બેટ્સમેનની બેટિંગ એવરેજ મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનની ટેસ્ટ એવરેજ કરતા પણ સારી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ વિત્યુ, વેદના યથાવતHun To Bolish : હું તો બોલીશ : મોતના માફિયાને કોઈ બચાવતા નહીંRs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget