IPL 2023 Opening Ceremony: રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા લગાવશે ગ્લેમરસનો તડકો, અરિજીત પણ કરશે પરફોર્મ
IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ મેચ આજે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં મેચ રમાશે. આ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની થશે.
Indian Premier League 2023 Opening Ceremony: IPL 2023ને લઈને ચાહકોની રાહનો અંત આવી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ મેચ આજે (31 માર્ચ) રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં મેચ રમાશે. આ મેચની શરૂઆત પહેલા IPLની ઓપનિંગ સેરેમની થશે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ ગ્લેમર ઉમેરશે. બોલિવૂડ સ્ટાર્સમાં તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના જેવી અભિનેત્રીઓ પણ સામેલ છે. આ સિવાય અરિજિત સિંહ પણ પોતાના મખમલી અવાજનો જાદુ રેલાવશે.
કોણ પરફોર્મ કરશે
IPL 2023ની ઓપનિંગ સેરેમની ગ્લેમરસ અને મ્યુઝિકલ પણ હશે. સિંગિંગ સેન્સેશન અરિજિત સિંહ ઓપનિંગ સેરેમની દરમિયાન પરફોર્મ કરતો જોવા મળશે. જે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. અભિનેત્રી તમન્ના ભાટિયા, રશ્મિકા મંદન્ના પણ IPL ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી જોવા મળશે. આ તમામ સ્ટાર્સ ઉપરાંત ટાઈગર શ્રોફ અને કેટરિના કૈફ પોતાના ડાન્સ મૂવ્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
Lights 💡
— IndianPremierLeague (@IPL) March 30, 2023
Camera 📸
Action 🔜⏳@tamannaahspeaks & @iamRashmika are geared up for an exhilarating opening ceremony of #TATAIPL 2023 at the Narendra Modi Stadium 🏟️🎇 pic.twitter.com/wAiTBUqjG0
ક્યાં ઓપનિંગ સેરેમની લાઈવ જોવા મળશે
IPL 2023ની ઓપનિંગ સેરેમની સાંજે 6 વાગ્યે શરૂ થશે. ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL ઓપનિંગ સેરેમનીનો આનંદ માણી શકે છે. આ સિવાય, જે યુઝર્સ Jio સિનેમા એપનું સબ્સ્ક્રિપ્શન ધરાવે છે તેઓ તેમના મોબાઈલ ફોન પર ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા IPL 2023 ની ઓપનિંગ સેરેમનીનો આનંદ લઈ શકે છે.
અમદાવાદમાં પડશે વરસાદ ?
આ સિઝનની શરૂઆતની મેચ અમદાવાદમાં રમાવવાની છે અને ગુરુવારે અહીં પણ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વરસાદને કારણે પ્રથમ મેચમાં ટકરાનાર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમોના પ્રેક્ટિસ સેશનમાં પણ વિક્ષેપ પડયો હતો. જો કે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આજે અમદાવાદનું હવામાન ચોખ્ખું થવા જઈ રહ્યું છે, અહીં વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે ક્રિકેટ ચાહકો કોઈપણ અવરોધ વિના આખી મેચનો આનંદ લઈ શકશે.
This is simply magnificent - the drone show tonight will be mesmerizing. pic.twitter.com/43XmTMNczd
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2023
IPL 2023 ખાસ રહેશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન પોતાનામાં ખૂબ જ ખાસ રહેવાની છે. આ વખતે IPL 2023માં 5 નવા નિયમો સામેલ કરવામાં આવ્યા છે. આમાં સૌથી મહત્વનો નિયમ છે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ. વાસ્તવમાં આ સિઝનમાં 11ના બદલે 12 ખેલાડી રમતા જોવા મળશે. ટીમ 14મી ઓવર પહેલા ઈમ્પેક્ટ પ્લેયરને લઈ શકે છે. આ નિયમ બોલિંગ અને બેટિંગ બંને ટીમોને લાગુ પડશે. એકંદરે, આ નવા નિયમોના સમાવેશ સાથે IPL 2023 ખૂબ જ રોમાંચક બનવા જઈ રહ્યું છે.
Drone show glimpses - tonight's gonna be fascinating! pic.twitter.com/d88GQC5kPA
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2023