શોધખોળ કરો

Shikhar Dhawan Half Century: શિખર ધવને IPLમાં ફટકારી 50મી ફિફ્ટી, કોહલી-વોર્નર બાદ આ કારનામું કરનારો બન્યો ત્રીજો ખેલાડી

IPL 2023: IPLમાં શિખર ધવન પહેલા માત્ર 2 ખેલાડીઓએ આ સ્થાન હાંસલ કર્યું હતું.

Shikhar Dhawan in IPL:  પંજાબ કિંગ્સ (PBKS) ના કેપ્ટન શિખર ધવને IPL ની આ સિઝનમાં તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું, તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 57 રનની ઈનિંગ રમી. આ ઇનિંગ સાથે શિખરે તેની IPL કરિયરની અડધી સદીની અડધી સદી પણ પૂરી કરી લીધી છે. ધવને કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં આ સ્થાન હાંસલ કર્યું હતું.

IPLમાં શિખર ધવન પહેલા માત્ર 2 ખેલાડીઓએ આ સ્થાન હાંસલ કર્યું હતું. આમાં એક નામ દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરનું છે અને બીજું નામ વિરાટ કોહલીનું છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ છે. ડેવિડ વોર્નરના નામે IPLમાં 59 અડધી સદી છે અને તે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. આ યાદીમાં વિરાટ કોહલી 50 અર્ધશતક સાથે બીજા સ્થાને છે.

આ સિઝનમાં 6 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ પણ આ સ્થાન હાંસલ કર્યું હતું. મેચોના દૃષ્ટિકોણથી, ધવને આ આંકડો કોહલી કરતા વધુ ઝડપથી હાંસલ કર્યો. કોહલીએ 233મી મેચમાં તેની 50મી ફિફ્ટી લગાવી હતી જ્યારે ધવને 214મી મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. શિખર ધવને પણ કેકેઆર સામેની મેચમાં 57 રનની ઈનિંગને કારણે T20માં કેપ્ટન તરીકે 1000 રન પૂરા કર્યા.

શિખર ધવને આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 અડધી સદી ફટકારી

શિખર ધવને આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધીનું બેટથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ધવને 8 ઇનિંગ્સમાં 58.17ની એવરેજથી 349 રન બનાવ્યા છે. ધવને અત્યાર સુધીમાં 3 અડધી સદી ફટકારી છે. શિખર ધવનના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે 214 મેચમાં 35.63ની એવરેજથી 6592 રન બનાવ્યા છે. ધવને IPLમાં 50 અડધી સદી સાથે 2 સદી પણ ફટકારી છે.

રોહિત શર્માના ખરાબ ફોર્મ પર રવિ શાસ્ત્રીએ આપ્યું મોટુ નિવેદન

રતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર વર્ષોથી કામનું ભારણ બમણું થઈ ગયું છે. તેમણે કહ્યું કે બેટ સાથે ફોર્મમાં ન રહેવાથી પણ રોહિતની કેપ્ટનશિપ પર અસર પડી છે. રોહિત ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. તેણે મુંબઈને પાંચ ટાઇટલ જીત અપાવી છે. મુંબઈએ વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટ્રોફી જીતી હતી. જોકે ગત સિઝનમાં મુંબઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ 14માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી. જ્યારે આ સિઝનમાં MIએ અત્યાર સુધી 10 માંથી 5 મેચ જીતી છે. રવિ શાસ્ત્રીએ સ્વીકાર્યું કે બેટ સાથે ફોર્મમાં ન હોવાની અસર રોહિતની કેપ્ટનશિપ પર પણ પડી હતી. ESPNcricinfo સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જો તમે સારા ફોર્મમાં હોય, જ્યાં તમે રન બનાવી રહ્યા હોય, તો કેપ્ટન તરીકે કામ ઘણું સરળ બની જાય છે, જ્યારે તમે રન નથી કરતા ત્યારે મેદાન પરની બોડી લેંગ્વેજ બદલાઈ જાય છે. જો તમે રન નથી બનાવતા ત્યારે મેદાન પર ઓછી ઉર્જા જોવા મળે છે. તમે એક સપાટ વ્યૂહરચના બનાવી શકો છો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget