IPL 2023 Points Table: રાજસ્થાનને હરાવીને પ્લેઓફ તરફ આગળ વધ્યુ મુંબઇ, જાણો શું છે પૉઇન્ટ ટેબલની સ્થિતિ.......
નીતિશ રાણાની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ પૉઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે, અને સનરાઇઝર્સ હૈદરાબાદ નવમા નંબરે છે. વળી, દિલ્હી કેપિટલ્સની ટીમ આ લિસ્ટમાં છેલ્લા સ્થાને પર છે.
IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રૉયલ્સને 6 વિકેટે હરાવી દીધુ હતુ. આ મેચમાં રોહિત શર્માની ટીમને મેચ જીતવા માટે 213 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. મુંબઇએ લક્ષ્યનો પીછો કરતાં માત્ર 19.3 ઓવરમાં 4 વિકેટો ગુમાવીને 214 રન બનાવી લીધા હતા, આ સાથે જ મેચ જીતી લીધી હતી. ખાસ વાત છે કે, આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના 8 પૉઈન્ટ થઈ ગયા છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે 4 મેચ જીતી છે, અને અન્ય 4 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સ પૉઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર પહોંચી ગઈ છે.
હવે કેટલું બદલાયુ પૉઇન્ટ ટેબલ ?
મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ રાજસ્થાન રૉયલ્સ પૉઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે ખસકી ગઇ છે. વળી, લખનઉ સુપર જાયન્ટ્સ આ લિસ્ટમાં બીજા નંબર છે, જોકે હાલમાં હાર્દિકની ટીમ ગુજરાત ટાઇટન્સ નંબર વન પર યથાવત છે. ગુજરાત ટાઇટન્સના 8 મેચમાં 12 પૉઈન્ટ છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટીમો અનુક્રમે ચોથા અને પાંચમાં નંબરે છે. લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રૉયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ 10-10 પૉઈન્ટ સાથે આ લિસ્ટમાં સામેલ છે.
પૉઇન્ટ ટેબલમાં બાકીની ટીમો ક્યા છે ?
નીતિશ રાણાની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ પૉઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે, અને સનરાઇઝર્સ હૈદરાબાદ નવમા નંબરે છે. વળી, દિલ્હી કેપિટલ્સની ટીમ આ લિસ્ટમાં છેલ્લા સ્થાને પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સના 9 મેચમાં 6 પૉઈન્ટ છે. આ ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદના 8 મેચમાં 6 પૉઈન્ટ છે. ડેવિડ વૉર્નરની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સની ટીમ પાસે 8 મેચમાં 4 પૉઈન્ટ છે. જોકે, ગુજરાત ટાઇટન્સ સિવાય લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો IPL 2023 સિઝનની ટોપ-4 ટીમોમાં સામેલ થઇ ગઇ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram