શોધખોળ કરો

IPL 2023: દિલ્હી કેપિટલ્સને ચીયર કરવા સ્ટેડિયમ આવશે ઋષભ પંત, DDCA એ કર્યું કન્ફર્મ

પંત 4 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી મેચમાં દિલ્હીને સપોર્ટ કરવા અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચશે.

Rishabh Pant, IPL 2023: અકસ્માત બાદ સ્વસ્થ થઈ રહેલો ઋષભ પંત આઈપીએલ 2023માં તેની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચશે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનના ડીડીસીએના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ આ વાતની પુષ્ટી કરી છે. પંત  4 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી મેચમાં દિલ્હીને સપોર્ટ કરવા અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચશે.

દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો. દિલ્હી કેપિટલ્સ IPL 2023માં તેની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમશે. આ મેચ 4 એપ્રિલે સાંજે 7.30 વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચથી લઈને દિલ્હી કેપિટલ્સની બાકીની તમામ મેચો સુધી પંત ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચશે.

રાજન મનચંદાએ શું કહ્યું?

પીટીઆઈ સાથે વાત કરતા ડીડીસીએના જોઈન્ટ સેક્રેટરી મનચંદાએ કહ્યું હતું કે “ઋષભ પંત આવતીકાલે આવી રહ્યો છે અને ડીડીસીએ મેદાન પર તેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ડીડીસીએ તેમના માટે જે પણ કરી શકે તે માટે અમે તૈયાર છીએ. મને લાગે છે કે ભારતીય વર્તુળમાં પણ આ મોટા સમાચાર છે. તે ઈજા બાદ પણ આવી રહ્યો છે.

દિલ્હી કેપિટલ્સ પ્રથમ મેચ હારી ગઈ છે

નોંધનીય છે કે IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તેમની પ્રથમ મેચ હારી છે. ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમીને કરી હતી. આ મેચમાં દિલ્હીને 50 રને કારમી હાર મળી હતી. આ મેચમાં દિલ્હીના મોટાભાગના બેટ્સમેનો ફ્લોપ દેખાયા હતા. આવી સ્થિતિમાં ટીમની નજર બીજી મેચમાં પ્રથમ જીત મેળવવા પર રહેશે. ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં પંતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.

CSK vs LSG, Match Highlights: ચેન્નઇએ લખનઉ સુપરજાયન્ટ્સને 12 રનથી હરાવ્યું, મોઇન અલીની ચાર વિકેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની છઠ્ઠી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું હતું. સોમવારે (3 એપ્રિલ) MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં CSKએ 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. CSKની જીતનો હીરો ઈંગ્લિશ ક્રિકેટર મોઈન અલી રહ્યો હતો જેણે ચાર વિકેટ ઝડપી હતી.

મોટા લક્ષ્યનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ઘણી ધમાકેદાર રહી હતી. કાયલ મેયર્સ અને કેએલ રાહુલે મળીને 5.3 ઓવરમાં 79 રનની ભાગીદારી કરી હતી. મેયર્સે માત્ર 22 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. આ આઈપીએલમાં મેયર્સની આ સતત બીજી અડધી સદી હતી.

ઓફ સ્પિનર ​​મોઈન અલીએ મેયર્સને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. અહીંથી CSKએ મેચમાં શાનદાર વાપસી કરી હતી. મિશેલ સેન્ટનરે સાતમી ઓવરના છેલ્લા બોલ પર દીપક હુડા (2)ની વિકેટ લીધી હતી. ત્યાર પછી મોઈન અલીએ તેની આગામી ઓવરમાં કેએલ રાહુલ (20)ને પેવેલિયન મોકલી દીધો હતો. મોઇન અલીએ કૃણાલ પંડ્યા (9)ને આઉટ કરીને તેની ત્રીજી વિકેટ લીધી હતી.

બાદમાં મોઈન અલીએ માર્કસ સ્ટોઈનિસને બોલ્ડ કરીને પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. લખનઉનો સ્કોર પાંચ વિકેટે 130 રન હતો. અહીંથી નિકોલસ પૂરન કેટલાક જોરદાર હિટ ફટકારીને લખનઉની વાપસી કરાવી હતી. નિકોલસને ઈમ્પેક્ટ પ્લેયર તુષાર દેશપાંડેએ બેન સ્ટોક્સના હાથે કેચ કરાવ્યો હતો. પૂરને ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી કુલ 32 રન બનાવ્યા હતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget