IPL: હાર્દિકની ટીમમાં ધમાલ મચાવી રહ્યો છે આ ખતરનાક બેટ્સમેન, એકસમયે પંજાબ કિંગ્સે અપમાનિત કરીને છીનવી લીધી હતી કેપ્ટનશીપ,
દિલ્હી સામેની બીજી મેચમાં ડેવિડ મિલરે 16 બૉલનો સામનો કર્યો જેમાં અણનમ રહીને 31 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે તમામ ટીમો એકબીજા સામે ટકરાઇ રહી છે, અને હવે આ કડીમાં હાર્દિક પંડ્યાની ટીમ સૌથી ઉપર છે, અત્યારે પૉઇન્ટ ટેબલમાં હાર્દિકની ટીમ તમામ બે મેચો જીતીને ટૉપ પર છે, હાર્દિકની ટીમમાં હવે એક ખતરનાક ખેલાડીનો વાપસી થઇ ચૂકી છે, જે ગઇ સિઝનનો વિનર પણ છે. જેનુ નામ છે ડેવિડ મિલર. ડેવિડ મિલર સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન છે. અને આઇપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે.
ખાસ વાત છે કે, IPL 2023માં ગુજરાત ટાઈટન્સે ગઇકાલે રમાયેલી પોતાની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી દીધુ. આ મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમે 11 બૉલ બાકી રહેતા 4 વિકેટથી મેચ પોતાના નામે કરી હતી. ગુજરાતનો એક બેટ્સમેન ગત સિઝનથી શાનદાર ફોર્મમાં છે. લક્ષ્યનો પીછો કરતી વખતે તેની એવરેજ 150થી પણ વધુ હોય છે. આ બેટ્સમેનની બેટિંગ એવરેજ મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનની ટેસ્ટ એવરેજ કરતા પણ સારી છે.
એક સમયે પંજાબ કિંગ્સે ડેવિડ મિલરની કેપ્ટનશીપ છીનવી લીધી હતી -
દિલ્હી સામેની બીજી મેચમાં ડેવિડ મિલરે 16 બૉલનો સામનો કર્યો જેમાં અણનમ રહીને 31 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આમા ઇનિંગમાં તેને 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં મિલરનો સ્ટ્રાઈક રેટ 194ની રહી હતી.
ઉલ્લેખનીય છે કે, ડેવિડ મિલર બેટિંગ શાનદાર રહી છે, પરંતુ એકસમયે પંજાબ કિંગ્સે તેને અપમાનિત કરીને ટીમમાથી કાઢી મુક્યો હતો, અને એટલુ જ નહીં તેની કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. IPL 2016માં પંજાબ કિંગ્સે ડેવિડ મિલરને જ્યોર્જ બેઈલીની જગ્યાએ કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ સિઝનમાં ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ પ્રથમ 6માંથી 5 મેચ હારી ગઈ હતી. આ પછી ફ્રેન્ચાઇઝીએ સિઝનની મધ્યમાં મિલર પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી હતી અને મુરલી વિજયને નવો કેપ્ટન બનાવ્યો હતો. મુરલી વિજયને કેપ્ટન બનાવ્યા બાદ પણ પંજાબ કિંગ્સના પ્રદર્શનમાં સુધારો થયો ન હતો. પંજાબ કિંગ્સ 14માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને ટેબલમાં સૌથી નીચેના 8મા સ્થાને રહી હતી
શાનદાર ફોર્મમાં છે અત્યારે ડેવિડ મિલર -
ડેવિડ મિલર હાલ શાનદાર ફોર્મમાં છે. લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સ તરફથી તેની સરેરાશ 176 છે. ડેવિડ મિલરે IPL 2022થી અત્યાર સુધીમાં લક્ષ્યનો પીછો કરતા 10માંથી 9 મેચમાં ટીમને જીતાડી છે. આ દરમિયાન તે 8 વખત અણનમ રહ્યો હતો. મિલરે 176ની એવરેજથી 351 રન બનાવ્યા છે. IPLની ગત સિઝનમાં મિલરે ક્વોલિફાયર-1માં રાજસ્થાન રોયલ્સ સામે 38 બોલમાં અણનમ 68 રન ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. ફાઇનલમાં પણ તેણે 19 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા.