IPL 2023: દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને સાત રનથી હરાવ્યું, મુકેશ કુમારે અંતિમ ઓવરમાં કર્યો કમાલ
જોકે, આઈપીએલ 2023 સીઝનમાં દિલ્હી કેપિટલ્સને બીજી જીત મળી હતી
DC vs SRH Match Highlights: દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 રનથી હરાવ્યું હતું. દિલ્હીએ સનરાઇઝર્સે હૈદરાબાદ સામે મેચ જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઓપનર મયંક અગ્રવાલે સૌથી વધુ રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે 39 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ સિવાય હેનરી ક્લાસને 19 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે 15 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા.
...and breathe, Dilliwaalon 😮💨
— Delhi Capitals (@DelhiCapitals) April 24, 2023
Our boys have clinched the thriller ✅#YehHaiNayiDilli #IPL2023 #SRHvDC pic.twitter.com/oUSnTUHvAB
બીજી તરફ દિલ્હી કેપિટલ્સના બોલરોની વાત કરીએ તો એનરિક નોર્ખિયા અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી હતી. જ્યારે ઈશાંત શર્મા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી. નોર્ખિયાએ 4 ઓવરમાં 3 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 4 ઓવરમાં 21 રન આપી 2 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સિવાય કુલદીપ યાદવે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી. જોકે, દિલ્હી કેપિટલ્સના બોલરોની શાનદાર બોલિંગ સામે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો સરળતાથી રન બનાવી શક્યા ન હતા.
જોકે, આઈપીએલ 2023 સીઝનમાં દિલ્હી કેપિટલ્સને બીજી જીત મળી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદને 7 મેચમાં પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 4-4 પોઈન્ટ છે. જોકે, સનરાઈઝર્સ હૈદરાબાદ સારા નેટ રન રેટના કારણે પોઈન્ટ ટેબલમાં નવમા નંબરે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ છેલ્લા સ્થાને છે.
સનરાઇઝર્સ હૈદરાબાદને 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો
આ પહેલા દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી મનીષ પાંડેએ 27 બોલમાં 34 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 34 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મિચેલ માર્શે 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ટી. નટરાજનને 1 સફળતા મળી હતી. દિલ્હી કેપિટલ્સના 3 બેટ્સમેન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા.