(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2023: શ્રેયસ અય્યરની જગ્યાએ કોણે કેપ્ટનશીપ સોંપશે KKR ? આ 3 ખેલાડી છે દાવેદાર
કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે જ્યાં હવે સિઝન શરૂ થતા પહેલા પોતાની ટીમના નવા કેપ્ટનનું એલાન કરવુ પડશે, તેમને શ્રેયસ અય્યરની જગ્યાએ રિપ્લેસમેન્ટ ખેલાડીની પણ પસંદગી કરવી પડશે.
Indian Premier League 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝન શરૂ થવામાં હવે અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે, પરંતુ તે પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સની (KKR) ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, ટીમે કેપ્ટન શ્રેયસ અય્યરને પોતાની બેક ઇન્જરી સાથે પુરેપુરી રીતે ઠીક થવામાં હજુ 2 થી 3 મહિના સમયો લાગશે, આવામાં તેને આખી સિઝનમાંથી બહાર રહેવાનુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે જ્યાં હવે સિઝન શરૂ થતા પહેલા પોતાની ટીમના નવા કેપ્ટનનું એલાન કરવુ પડશે, તેમને શ્રેયસ અય્યરની જગ્યાએ રિપ્લેસમેન્ટ ખેલાડીની પણ પસંદગી કરવી પડશે. અય્યરે વર્ષ 2022ના ઓક્શન દરમિાયન KKR ની ટીમે 12.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આવામાં અમે તમને એવા 3 ખેલાડીઓ વિશે બતાવવા જઇ રહ્યાં છીએ, જે શ્રેય્યર અય્યરની જગ્યાએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળવા માટે સૌથી ઉપયુક્ત ખેલાડી છે.
1 – શાકિબ અલ હસન -
વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં સામેલ કરવામાં આવેલા બાંગ્લાદેશના અનુભવી ખેલાડી શાકિબ અલ હસન આ જવાબદારી માટે સૌથી ઉપયુક્ત ખેલાડી બની શકે છે. શાકિબ અલ હસનની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરની સાથે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પણ કેપ્ટનશીપ કરવાનો અનુભવ હાંસલ છે.
2 – સુનીલ નારાયણ -
વર્ષ 2012ની આઇપીએલ સિઝનથી કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમનો મુખ્ય ભાગ રહેનારા સુનીલ નારાયણ પણ ટીમની કેપ્ટનશીપની જવાબદારી ઉઠાવવા માટે એક બેસ્ટ ઓપ્શન છે. સુનીલને ફ્રેન્ચાઇઝી લીગમાં રમવાનો અન્ય ખેલાડીઓ કરતાં વધુ બહોળો અનુભવ છે, અને તે KKR ની બીજી ટી20 લીગમાં રમનારી ટીમનો ભાગ પણ છે. આ ઉપરાંત જ્યારે IPLમાં ટીમ 2 વાર વિજેતા બની તો તેમાં સુનીલે બેટિંગ અને બૉલિંગ બન્નેથી યોગદાન આપ્યુ હતુ.
3 – શાર્દૂલ ઠાકુર -
KKR તરફથી શાર્દૂલ ઠાકુર માટે આ પહેલી સિઝન હશે, જેમાં ભારતીય ખેલાડી હોવાના કારણે કેપ્ટનશીપની જવાબદારી બખૂબી અદા કરી શકે છે. ગઇ સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમની સાથે જોડાયા બાદ શાર્દૂલ બેસ્ટ શરૂઆત કરવા માંગશે.
- અન્ય ખેલાડીઓમાં આ ખેલાડીઓ પણ છે દાવેદાર -
આન્દ્રે રસેલ
વેસ્ટ ઈન્ડિઝનો અનુભવી બેટ્સમેન અને વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલ KKRના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેણે ઘણી વખત એકલા હાથે ટીમને જીત અપાવી છે. આવી સ્થિતિમાં શ્રેયસની ગેરહાજરીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ રસેલને પોતાનો કેપ્ટન બનાવી શકે છે.
ટિમ સાઉથી
ન્યૂઝીલેન્ડનો અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી પણ KKR માટે કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. સાઉદીએ ઘણી વખત કિવી ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી શકે છે. તે હાલમાં ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે. આવી સ્થિતિમાં કેકેઆરને પણ તેના કેપ્ટનશિપના અનુભવનો ફાયદો મળી શકે છે અને ફ્રેન્ચાઇઝી તેને કેપ્ટન બનાવી શકે છે.
નીતિશ રાણા
નીતિશ રાણા પણ લાંબા સમયથી KKR તરફથી IPLમાં રમી રહ્યો છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ટીમની કેપ્ટનશિપ કરી છે. લાંબા સમયથી KKR સાથે સંકળાયેલ હોવાને કારણે તે ટીમની સારી સમજ પણ ધરાવે છે. આવી સ્થિતિમાં જો શ્રેયસ ઈજાના કારણે IPLમાંથી બહાર થઈ જાય છે તો નીતિશ રાણા પણ KKRના કેપ્ટન બની શકે છે.
શ્રેયસ અય્યરે વધાર્યું કોલકાતા નાઈટ રાઈડર્સનું ટેન્શન
Shreyas Iyer Injury Update: આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચથી થઈ રહી છે, પરંતુ તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર આઈપીએલ 2023માંથી બહાર થઈ શકે છે. હાલના સમયે તે ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. શ્રેયસ અય્યર અમદાવાદ ટેસ્ટમાં બેટિંગ કરવા આવ્યો ન હતો. જે બાદ શ્રેયસ ઐયરની ઈજાને લઈને સતત અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખરાબ સમાચાર છે. મુંબઈનો આ યુવા બેટ્સમેન ઈજાના કારણે IPL 2023માંથી બહાર થઈ શકે છે. જો આમ થશે તો કોલકાતા નાઈટ રાઈડર્સ માટે તે મોટો ફટકો હશે.
શ્રેયસ અય્યરને ફિટ થવામાં સમય લાગશે - રોહિત શર્મા
અમદાવાદ ટેસ્ટ બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યરની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે શ્રેયસ ઐય્યર હાલમાં પીઠના નીચેના ભાગમાં થયેલી ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. ભારતીય કેપ્ટનના મતે શ્રેયસ અય્યરને ફિટ થવામાં સમય લાગશે. ખરેખર, IPL 2023ની શરુઆત 31 માર્ચથી થઈ રહી છે. આ રીતે IPL શરૂ થવામાં લગભગ 2 અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરના આઈપીએલ સુધી ફિટ રહેવાની શક્યતા ઓછી છે. માનવામાં આવી રહ્યું છે કે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. હવે રોહિત શર્માના નિવેદનથી આ આશંકા વધી ગઈ છે.