IPL Video: હાર સહન ના કરી શક્યો આ ખેલાડી, મેદાન પર જ રડી પડ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે, પછી હાર્દિકે કરાવ્યો ચુપ
ગઇકાલે આઇપીએલની ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને ફાઈનલ જીતવા માટે છેલ્લા બે બૉલમાં 10 રનની જરૂર હતી તે સમયે રવિન્દ્ર જાડેજાએ છક્કા અને ચોક્કા ફટકારી દીધા,
VIDEO Viral: રોમાંચથી ભરેલી આઇપીએલની 16મી સિઝન ગઇરાત્રે પૂર્ણ થઇ ગઇ છે. સોશ્યલ મીડિયા પર આઇપીએલ 2023ની ફાઇનલના વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો ઇમૉશનલ થઇ ગયેલા મોહિત શર્માનો છે, આ વીડિયોમાં હાર સહન ના કરી શકવાના કારણે મોહિત શર્મા રડતો દેખાઇ રહ્યો છે. જુઓ અહીં.....
ખાસ વાત છે કે ગઇકાલે આઇપીએલની ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને ફાઈનલ જીતવા માટે છેલ્લા બે બૉલમાં 10 રનની જરૂર હતી તે સમયે રવિન્દ્ર જાડેજાએ છક્કા અને ચોક્કા ફટકારી દીધા, બે બૉલમાં ગુજરાત ટાઈટન્સને હારની બાજી જીતમાં ફેરવી દીધી અને ટીમને ચેમ્પીયન બનાવી હતી. જોકે, આ છેલ્લી 15મી ઓવર ગુજરાતનો સ્ટાર બૉલર મોહિત શર્મા નાંખી રહ્યો હતો, અને તેની બૉલિંગમાં જ ગુજરાતને હાર મળી હતી.
જ્યારે જાડેજાએ છેલ્લા બે બૉલ પર છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યો ત્યારે ગુજરાત ટાઈટન્સની આખી ટીમમાં ખામોશી છવાઈ ગઈ હતી, ગુજરાતનો બૉલર મોહિત શર્મા આ હારને સહન ના કરી શક્યો અને અચાનક ખરાબ રીતે રડવા લાગ્યો હતો. મોહિતને રડતો જોઇને કેપ્ટન હાર્દિક પંડ્યા તેની પાસે આવી જાય છે, અને તેને ગળે લગાવીને ચુપ કરાવે છે. મોહિત શર્માનો આ ભાવુક વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર ટૉપમાં ટ્રેન્ડિંગ કરી રહ્યો છે.
Never really liked this man, for no reason.
— Mohamed Aamir (@matrixheaded) May 29, 2023
But you showed immense maturity upon losing the match. Take a bow Hardik Pandya & Mohit Sharma.#CSKvGT #IPL2023Final pic.twitter.com/Q5LU7nFF3J
આ ફાઇનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ નાની પણ ઉપયોગી મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, રવિન્દ્ર જાડેજાએ 6 બૉલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 15 રન બનાવ્યા હતા.
My Heart is Crying 😭
— Deep Soneji (@sonejideep) May 29, 2023
Take A Bow 🙇🏻♂️ Mohit Sharma #GujaratTitans pic.twitter.com/RYl6QkoR9V
--
હાર છતાં હાર્દિક ખુશ દેખાયો -
આઇપીએલની 16મી સિઝનની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો, ધોનીની સીએસકેએ ફાઇનલ મેચમાં પાંચ વિકેટથી હાર્દિકની જીટીને હાર આપી, બે ચેમ્પીયનો વચ્ચેની ટક્કરમાં હાર -જીત બાદ જુદાજુદા રિએક્શનો સામે આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના રિએક્શનથી બધા ચોંકી ગયા છે. ગુજરાતે હાર ભોગવી છતાં કેપ્ટન હાર્દિકે પંડ્યાએ પોતાના સીનિયર ધોની માટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે - 'હું ધોની માટે ખુબ ખુશ છું. નસીબે તેમના માટે આ લખ્યું હશે. જો મને હારવાનું જ હતું તો મને તેમના (ધોની)થી હારવામાં કોઈ વાંધો નથી. સારા લોકોની સાથે હંમેશા સારું થાય છે.' ઉલ્લેખનીય છે કે, કેપ્ટન હાર્દિકના ધોની માટેના આવા શબ્દો સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા હતા.