IPL 2024: ફેન્સની નફરતે બગાડ્યું હાર્દિક પંડ્યાનું માનસિક સંતુલન? પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કર્યો આ મોટો ખુલાસો
પૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ હાર્દિક પંડ્યા વિશે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તે માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે
Hardik Pandya Mental Issue: IPL 2024માં હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. IPLની શરૂઆત પહેલા મુંબઈ દ્વારા હાર્દિકને ટ્રેડ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને કેપ્ટન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મુંબઈના કેપ્ટન બનતાની સાથે જ હાર્દિકને ચાહકોની નફરતનો શિકાર બનવું પડ્યું હતું. જ્યારથી હાર્દિકે મુંબઈની કમાન સંભાળવાનું શરૂ કર્યું છે ત્યારથી તેને ચાહકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કોણે કર્યા આ ખુલાસો
હવે પૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ હાર્દિક પંડ્યા વિશે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તે માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. ઉથપ્પાએ કહ્યું કે હાર્દિક સાથે જે થઈ રહ્યું છે તેનાથી તેને દુઃખ થતું હશે. ઉથપ્પાએ 'ધ રણવીર શો'માં પંડ્યા વિશે વાત કરી હતી.
તેણે કહ્યું, "તે એક એવો વ્યક્તિ છે જેની પાસે ભારતીય ટીમ માટે મહાન બનવાની ક્ષમતા છે. તેને સ્કાઉટ કરતી ટીમે તેને છોડી દીધો અને પછી તે બીજી ફ્રેન્ચાઈઝીમાં ગયો. તેમની સાથે 3-4 ટાઇટલ જીત્યા પછી તેણે અનુભવ્યું જ હશે. થોડું ખરાબ છે કે તે ગુજરાત ટાઇટન્સમાં ગયો અને આગલી સિઝનમાં ત્યાં ટાઇટલ જીત્યું.
ઉથપ્પાએ આગળ કહ્યું, "તેની ફિટનેસ વિશે જોક્સ, ટ્રોલિંગ, મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. શું તમને નથી લાગતું કે તેનાથી તેને નુકસાન થાય છે? તેનાથી તેને દુઃખ થાય છે. તે કોઈપણ વ્યક્તિને દુઃખ પહોંચાડે છે. કેટલા લોકો આ વિશે સત્ય જાણે છે? હાર્દિક માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે, ભારતીય હોવાના કારણે આપણે ભાવુક છીએ. પરંતુ કોઈપણ વ્યક્તિ સાથે આ પ્રકારની ટ્રીટમેંટ ઠીક નથી. સમાજમાં આ ખૂબ ખરાબ વાત છે. આપણે તેના મીમ્સ ફોરવર્ડ ન કરવા જોઈએ.
હાર્દિક પર બીસીસીઆઈએ કરી કાર્યવાહી
IPL 2024 માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે 9 રને જીતી લીધી હતી, પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને મોટો આંચકો લાગ્યો હતો. હાર્દિકની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સીઝનમાં પ્રથમ વખત સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ BCCIએ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.