શોધખોળ કરો

IPL 2024 Point Table: જીતની હેટ્રિક સાથે રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર, હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને, જાણો કઈ ટીમની શું છે સ્થિતિ

IPL Point Table: રાજસ્થાન રોયલ્સે સતત ત્રીજી મેચ જીતી હતી. આ સાથે જ આ જીત બાદ રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે.

IPL 2024: રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું છે. આ રીતે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે રાજસ્થાન રોયલ્સે સતત ત્રીજી મેચ જીતી હતી. આ સાથે જ આ જીત બાદ રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે.

પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને

IPLની 14મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે છ વિકેટે જીત મેળવીને પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો અને પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. તે જ સમયે, મુંબઈ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેની પ્રથમ જીત હાંસલ કરી શક્યું નથી અને તે 10માં સ્થાને છે. કોલકાતા નાઇટ રાઇડર્સ 4 પોઇન્ટ અને +1.047ના નેટ રન રેટ સાથે બીજા, ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઇન્ટ અને +0.976 નેટ રન રેટ સાથે ત્રીજા, ગુજરાત ટાઈટન્સ -0.738 નેટ રન રેટ 4 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.  2 પોઈન્ટ અને 0.204 નેટ રન રેટ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ પાંચમા, 2 પોઇન્ટ અને +0.204 નેટ રન રેટ સાથે લખનઉ સુપર જાયન્ટ્સ છઠ્ઠા, 2 પોઇન્ટ અને -0.016 નેટ રન રેટ સાથે દિલ્હી કેપિટલ્સ સાતમા, 2 પોઇન્ટ અને -0.337 નેટ રન રેટ સાથે પંજાબ કિંગ્સ આઠમા, 2 પોઇન્ટ અને -0.711 નેટ રન રેટ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નવમા ક્રમે છે.

રાજસ્થાન રોયલ્સ તરફથી રિયાન પરાગે સૌથી વધુ રન બનાવ્યા હતા. રિયાન પરાગ 39 બોલમાં 54 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે 10 રન બનાવ્યા હતા. જોશ બટલર 13 રન બનાવીને વોકઆઉટ થયો હતો. રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન 12 રન બનાવીને આકાશ માધવાલનો શિકાર બન્યો હતો. રવિ અશ્વિને 16 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે શુભમ દુબે 8 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આકાશ માધવાલ સૌથી સફળ બોલર રહ્યો હતો. આકાશ મધવાલે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે ક્વેના મફાકાને 1 સફળતા મળી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોનો ફ્લોપ શો

આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયનની નજીક જતા રહ્યા. રોહિત શર્મા સિવાય નમન ધીર અને ડેવાલ્ડ બ્રેવિસ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ટીમના 4 બેટ્સમેન 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ આ પછી હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ સારી ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 21 બોલમાં 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તાલિક વર્માએ 29 બોલમાં 32 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલની ઘાતક બોલિંગ

રાજસ્થાન રોયલ્સ માટે ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર હતા. ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય નંદ્રે બર્જરે 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે અવેશ ખાને પિયુષ ચાવલાને આઉટ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget