શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

RCB vs PBKS Score:  રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સની હાર, RCBએ અંતિમ ઓવરમાં મેચ જીતી

IPL 2024માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર છે. બંને ટીમો RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. 

LIVE

Key Events
RCB vs PBKS Score:  રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સની હાર,  RCBએ અંતિમ ઓવરમાં મેચ જીતી

Background

Royal Challengers Bengaluru vs Punjab Kings Live: IPL 2024માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર છે. બંને ટીમો RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. 

જ્યાં RCB ટીમને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબની ટીમ તેની છેલ્લી મેચ જીતી હતી. આવી સ્થિતિમાં, RCB તેના હોમ ગ્રાઉન્ડ પર કોઈપણ કિંમતે તેની પ્રથમ જીત નોંધાવવા માંગે છે.

RCB અને પંજાબ વચ્ચે હેડ ટૂ હેડ 

બેંગલુરુ અને પંજાબ વચ્ચે હેડ ટૂ હેડની વાત કરીએ તો, અત્યાર સુધી બંને ટીમો જેટલી વાર સામસામે આવી છે. તેમાં પંજાબની ટીમનો દબદબો રહ્યો છે. બેંગલુરુએ અત્યાર સુધી 14 મેચ જીતી છે જ્યારે પંજાબે 17 મેચ જીતી છે. આ વખતે પણ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

કેટલાક રસપ્રદ આંકડા

આરસીબી આ મેદાન પર છેલ્લી પાંચ નાઇટ મેચમાંથી ચાર હારી છે.

RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું બેટ પંજાબ કિંગ્સ સામે સારું ચાલે છે. પ્લેસિસે પંજાબ સામે 54, 96, 87*, 48, 36*, 76, 88, 10 અને 84 રનની ઇનિંગ્સ રમી છે.

ફાસ્ટ બોલર હર્ષલ પટેલે આ મેદાન પર ડેથ ઓવરોમાં 11.31ની ઇકોનોમીથી રન આપ્યા છે.

એમ ચિન્નાસ્વામીનો પીચ રિપોર્ટ

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચને બોલરો માટે સારી નથી.. મોટાભાગની હાઈ સ્કોરિંગ મેચો અહીં જોવા મળી છે. આ મેદાન પર કોઈ સ્કોર સુરક્ષિત માનવામાં આવતો નથી. જો કે આ વખતે પીચ પર ઘણું ઘાસ દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પીચ અલગ હોઈ શકે છે. 

23:26 PM (IST)  •  25 Mar 2024

RCB vs PBKS લાઈવ સ્કોર: RCB એ  પંજાબ કિંગ્સને ચાર વિકેટે હરાવ્યું

RCBએ પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. વિરાટ કોહલી બાદ દિનેશ કાર્તિકે આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 6 વિકેટ પડ્યા બાદ આરસીબીએ મહિપાલ લોમરરને બેટિંગ માટે મોકલ્યો હતો.  177 રનનો પીછો કરતી વખતે RCBએ 16.2 ઓવરમાં 130 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે પંજાબ આ મેચ જીતશે, પરંતુ મહિપાલ લોમરોર અને દિનેશ કાર્તિકે પોતાની તોફાની બેટિંગથી મેચ ફેરવી નાખી.  કાર્તિક 10 બોલમાં 28 રન અને લોમરોરે 8 બોલમાં 17 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.   કોહલીએ 49 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા.

22:57 PM (IST)  •  25 Mar 2024

RCB vs PBKS લાઇવ સ્કોર: વિરાટ કોહલી 77 રન બનાવીને આઉટ

RCBને વિરાટ કોહલીના રૂપમાં પાંચમો મોટો ઝટકો લાગ્યો છે. હર્ષલ પટેલે તેને 16મી ઓવરના છેલ્લા બોલ પર હરપ્રીત બ્રારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ શાનદાર ઇનિંગ્સ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. ટીમને જીતવા માટે 23 બોલમાં 47 રનની જરૂર છે.

22:36 PM (IST)  •  25 Mar 2024

RCB vs PBKS લાઇવ સ્કોર:મેક્સવેલ આઉટ

હરપ્રીત બ્રારે આરસીબીને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે ગ્લેન મેક્સવેલને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સ્ટાર ખેલાડી માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. અનુજ રાવત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 13 ઓવર પછી ટીમનો સ્કોર 106/4 છે.

22:30 PM (IST)  •  25 Mar 2024

RCB vs PBKS લાઇવ સ્કોર: રજત પાટીદાર 18 રન બનાવીને આઉટ

આરસીબીને ત્રીજો ફટકો 86 રનના સ્કોર પર લાગ્યો હતો. હરપ્રીત બ્રારે 11મી ઓવરના ત્રીજા બોલ પર રજત પાટીદારને આઉટ કર્યો હતો. તે 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર છે. 

22:01 PM (IST)  •  25 Mar 2024

RCB vs PBKS લાઈવ સ્કોર: RCBની બીજી વિકેટ પડી

આરસીબીને બીજો ફટકો ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા સેમ કરનના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. રબાડાએ તેને પાંચમી ઓવરના ચોથા બોલ પર પેવેલિયન મોકલી દીધો હતો. હાલમાં વિરાટ કોહલી અને રજત પાટીદાર ક્રિઝ પર છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Embed widget