IPL 2025: કોલકત્તા માટે આઇપીએલમાં આજે 'કરો યા મરો' મેચ, ધોની સામે સન્માન બચાવવાનો પડકાર
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ મેચ કરો યા મરો જેવી છે. તેમના 11 પોઈન્ટ છે

Kolkata Knight Riders vs Chennai Super Kings Match Preview: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 57મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચને મહેન્દ્ર સિંહ ધોનીની ઈડન ગાર્ડન્સ ખાતેની સંભવિત છેલ્લી મેચ માનવામાં આવી રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ 43 વર્ષીય ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ અંત સુધી લડી રહી છે.
RCB સામેની છેલ્લી મેચમાં જ્યારે ચેન્નઈ 214 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું અને તે બે વિકેટના નુકસાન પર 172 પર હતું ત્યારે જીતની અપેક્ષા હતી પરંતુ આ હાર પછી ધોનીએ પોતે તેની જવાબદારી લીધી હતી.
KKR માટે કરો યા મરો મેચ
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ મેચ કરો યા મરો જેવી છે. તેમના 11 પોઈન્ટ છે અને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે તેમને બાકીની ત્રણેય મેચ જીતવાની જરૂર છે. જો તેઓ તેમ કરી શકે છે તો તેઓ 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે પરંતુ તેમ છતાં ઘણું બધું નેટ રન રેટ અને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેશે. KKR ની બાકીની બે મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હશે, જે બંને તેમના હોમ ગ્રાઉન્ડથી દૂર છે.
IPLના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 31 મેચ રમાઈ છે. આમાં ચેન્નઈનો હાથ ઉપર રહ્યો છે. CSK એ 19 મેચ જીતી છે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે 11 મેચ જીતી છે. પરંતુ આ મેચ KKR માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની અપેક્ષા છે.
કોલકાતાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મોઈન અલી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
મહેન્દ્ર સિંહ ધોની, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, દીપક હુડા, સેમ કુરન, રવિચંદ્રન અશ્વિન, મતિશા પથિરાના, નૂર અહેમદ, આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ.




















