IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સમાં જ રહેશે રોહિત શર્મા, દિલ જીતી લેશે ફ્રેન્ચાઇઝીનું નિવેદન
દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે.
Rohit Sharma Will Remain in Mumbai Indians: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2025ને લઈને સતત આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યા છે. આગામી સીઝનની શરૂઆત પહેલા આ વર્ષના અંતમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં તમામ ટીમો કેટલાક ખેલાડીઓને રિટેન કરશે અને બાકીના ખેલાડીઓને રીલિઝ કરશે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) વિશે મોટા સમાચાર સામે આવ્યા છે.
ન્યૂઝ 24ના રિપોર્ટ અનુસાર, ભારતને ટી 20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સથી અલગ નહીં હોય. મુંબઈ ઇન્ડિયન રોહિત શર્માને રિટેન કરશે. આ પહેલા સમાચાર હતા કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થઈ જશે. એવા પણ સમાચાર હતા કે રોહિત શર્મા લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બનશે. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ તમામ સમાચાર માત્ર અફવા હતા.
ન્યૂઝ 24 અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સે સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા IPL 2025માં ટીમ સાથે રહેશે. ફ્રેન્ચાઈઝીએ કહ્યું છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી રહ્યો નથી, તે પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાતચીત થઈ છે. રોહિત પણ મુંબઈમાં રહેવા તૈયાર છે.
ટીમો કેટલા ખેલાડીઓને રિટેન કરી શકશે તે હજુ નક્કી નથી.
નોંધનીય છે કે IPLના નિયમો અનુસાર તમામ ટીમો મેગા ઓક્શન પહેલા ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે. અન્ય તમામ ખેલાડીઓને રીલિઝ કરવા પડશે. જો કે સમાચાર છે કે આ વખતે નિયમ બદલાઈ શકે છે. વાસ્તવમાં ઘણી ટીમોએ માંગ કરી છે કે રિટેન કરાયેલા ખેલાડીઓની સંખ્યા વધારવી જોઈએ. થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCI અને ટીમો વચ્ચે પાંચ ખેલાડીઓને રિટેન કરવા માટે સમજૂતી થઈ છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.