શોધખોળ કરો

IPL 2025: KL Rahulના કેસમાં લખનૌ સુપર જાયન્ટ્સે શું નિર્ણય લીધો? સંજીવ ગોએન્કાએ આપ્યો જવાબ

KL Rahul LSG IPL 2025: કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સમાં રહેશે કે નહીં તે પ્રશ્નનો જવાબ સંજીવ ગોએન્કાએ આપ્યો છે. કેપ્ટનશિપના મુદ્દે તેણે કહ્યું છે કે નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે.

KL Rahul LSG IPL 2025: IPL 2025 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે ટીમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. લખનૌએ ઝહીર ખાનને ટીમનો મેન્ટર બનાવ્યો છે. ઝહીર પહેલા આ પોસ્ટ પર ગૌતમ ગંભીર હતો. લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ પણ કેએલ રાહુલના મુદ્દે પ્રતિક્રિયા આપી છે. એવી અફવા હતી કે લખનૌ રાહુલને જાળવી નહીં રાખે. પરંતુ આના પર ગોએન્કાએ કહ્યું છે કે રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ પરિવારનો મહત્વપૂર્ણ ભાગ છે. કોઈ પણ બાબતે નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે.

લખનૌએ ઝહીરને મેન્ટર બનાવ્યા પછી, સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલના મુદ્દા પર પ્રતિક્રિયા આપી. RevSportz અનુસાર, ગોએન્કાએ કહ્યું, "KL રાહુલ સુપર જાયન્ટ્સ પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હું કોઈપણ પ્રકારની અફવા વિશે વાત નહીં કરું. કેપ્ટનશીપ જાળવી રાખવાના મામલે નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે સંજીવ ગોયન્કા એ IPLની છેલ્લી સિઝનમાં ટીમના પ્રદર્શનથી ખુશ નથી. તેણે એક મેચમાં હાર બાદ રાહુલ સાથે અયોગ્ય વાત પણ કરી હતી.

ગત સિઝનમાં LSG કંઈ ખાસ કરી શકી ન હતી 

કેએલ રાહુલનું અત્યાર સુધી સારું પ્રદર્શન જોવા મળ્યું છે. પરંતુ લખનૌની ટીમ ગત સિઝનમાં કંઈ ખાસ કરી શકી ન હતી. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં લખનૌ 7માં નંબર પર હતું. તેણે 14 મેચ રમી અને 7માં જીત મેળવી. પરંતુ 2023માં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લખનઉએ 14 મેચ રમી અને 8માં જીત મેળવી. 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ પ્લેઓફમાં પહોંચી ગયું હતું.

રાહુલની IPL કારકિર્દી આવી રહી છે 

રાહુલના આઈપીએલ કરિયર પર નજર કરીએ તો તે અત્યાર સુધીમાં 132 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 4683 રન બનાવ્યા છે. રાહુલે આ લીગમાં 4 સદી અને 37 અડધી સદી ફટકારી છે. રાહુલે IPL 2024ની 14 મેચમાં 520 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી હતી. હવે જો રાહુલને કેપ્ટનના પદ પરથી હટાવવામાં આવે છે તો તેની જગ્યાએ કૃણાલ પંડ્યાને જવાબદારી મળી શકે છે. માટે જો કેએલ રાહુલ કેપ્ટન નહીં હોય તો આ જવાબદારી કૃણાલ પંડયાને મળી શકે છે, કૃણાલ પંડયા પણ લખનૌ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget