IPL : અર્શદીપે તોડેલા એ સ્ટમ્પની કિંમત સાંંભળી આંખો ફાટી જશે? શું છે ખાસિયત?
વિરોધી ટીમના ખેલાડીઓને ક્લિન બોલ્ડ કરતા જ બંન્ને વાર સ્ટંપ જ તુટી ગયા હતાં. જેથી આઈપીએલને લાખો રૂપિયાનો ચુનો લાગ્યો છે. જાણો આ સ્ટંપની ખાસીયતો.
IPL 2023 Match : આઈપીએલની વર્તમાન સીઝન જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભારે રોમાંચક બની રહી છે. ગઈ કાલે જ એક વિચિત્ર ઘટના ઘટી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં ભારતના ઝડપી બોલર અર્શદીઅપ સિંહે એક નહીં પણ બબ્બે સ્ટમ્પ તોડી નાખ્યા હતાં. વિરોધી ટીમના ખેલાડીઓને ક્લિન બોલ્ડ કરતા જ બંન્ને વાર સ્ટંપ જ તુટી ગયા હતાં. જેથી આઈપીએલને લાખો રૂપિયાનો ચુનો લાગ્યો છે. જાણો આ સ્ટંપની ખાસીયતો.
અર્શદીપ સિંહે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચની છેલ્લી ઓવરમાં સતત બે બોલ પર મિડલ સ્ટમ્પ તોડી નાખ્યા હતો. અર્શદીપ સિંહે સતત બે બોલ પર મિડલ સ્ટમ્પ તોડી નાખ્યાં હતા. IPLમાં LED સ્ટમ્પનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ કિસ્સામાં આયોજકોએ લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક LED સ્ટમ્પ સેટની કિંમત ભારતીય રૂપિયામાં લગભગ અધધ 24 લાખ રૂપિયા છે. LED સ્ટમ્પ આટલા મોંઘા હોવા પાછળનું કારણ એ છે કે, તે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. LED સ્ટમ્પ આટલા મોંઘા હોવા પાછળનું કારણ એ છે કે, તે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. હાલમાં ODI અને T20માં LED સ્ટમ્પનો ઉપયોગ થાય છે. બેલ્સમાં રહેલા માઇક્રોસેન્સર ગતિને મહેસુસ કરે છે. સ્ટમ્પના બેલ્સમાં એક ખાસ બેટરી પણ હોય છે, જેના કારણે બોલ જ્યારે વિકેટ સાથે અથડાય છે ત્યારે તેમાં લાઇટ થાય છે.
આ સ્ટમ્પની બીજી ખાસિયત એ છે કે, આ સ્ટમ્પમાં કેમેરા અને માઇક્રોફોન પણ લગાવવામાં આવ્યા છે. આ કારણે ખેલાડીઓનો અવાજ પણ ચાહકોને સંભળાય છે. LED સ્ટમ્પની શોધ ઓસ્ટ્રેલિયાના બ્રોન્ટે એકરમેને કરી હતી અને તેનો પ્રથમ વખત બિગ બેશ લીગમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
IPL: આઈપીએલ ફ્રીમાં બતાવશે મુકેશ અંબાણી, નહીં ચૂકવવો પડે સબસ્ક્રિપ્શન ચાર્જ! જાણો શું છે યોજના
Mukesh Ambani: અબજોપતિ મુકેશ અંબાણીના જૂથ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટને મફતમાં સ્ટ્રીમ કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે મુકેશ અંબાણી વોલ્ટ ડિઝની કંપની અને Amazon.com Incને પડકારવા માટે આવું કરવાની યોજના બનાવી રહ્યા છે.
જો આમ થશે તો IPL જોવા માટે કોઈ સબ્સ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવાની જરૂર રહેશે નહીં. IPL ફ્રીમાં જોઈ શકશે. ગયા વર્ષે, Viacom18 એ Sony Corp ને પાછળ છોડીને $2.7 બિલિયનમાં IPL ના મીડિયા અધિકારો જીત્યા.