શોધખોળ કરો
Advertisement
દિલ્હીની જીત બાદ IPLના પૉઇન્ટ ટેબલમાં ફેરફાર, જાણો કોણ કયા સ્થાન પર, ઓરેન્જ અને પર્પલ કેપ પર કોનો છે કબજો.............
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પૉઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ ટૉપ પર છે. ગુજરાતની ટીમે 6 આઇપીએલ મેચોમાથી 5માં જીત મેળવી છે, અને 10 પૉઇન્ટ સાથે નંબર વન પર છે.
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પૉઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ ટૉપ પર છે. ગુજરાતની ટીમે 6 આઇપીએલ મેચોમાથી 5માં જીત મેળવી છે, અને 10 પૉઇન્ટ સાથે નંબર વન પર છે. ગુજરાતની સાથે RCBના પણ 5 જીત સાથે 10 પૉઇન્ટ છે. પરંતુ રનરેટના મામલે ગુજરાતની ટીમ આગળ છે, એટલે તે ટૉપ પર છે. આ પછી ત્રીજાથી લઇને પાંચમા નંબરની ટીમો (RR, LSG અને SRH)ની 4-4 જીતો સાથે 8-8 પૉઇન્ટ છે.
પર્પલ અને ઓરેન્જ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓએ કબજો બરકરાર રાખ્યો છે. RRના યુજવેન્દ્ર ચહલ 17 વિકેટની સાથે આ સિઝનમાં સૌથી વધુ વિકેટો લેનારો બૉલર બની ગયો છે. વળી રાજસ્થાન રૉયલ્સનો ઓપનર બેટ્સમેન જૉસ બટલર આ સિઝન સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સૌથી ટૉપ પર યથાવત છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલની સ્થિતિ :
ક્રમ | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રનરેટ | પૉઇન્ટ્સ |
1 | GT | 6 | 5 | 1 | 0.395 | 10 |
2 | RCB | 7 | 5 | 2 | 0.251 | 10 |
3 | RR | 6 | 4 | 2 | 0.380 | 8 |
4 | LSG | 7 | 4 | 3 | 0.124 | 8 |
5 | SRH | 6 | 4 | 2 | -0.077 | 8 |
6 | DC | 6 | 3 | 3 | 0.942 | 6 |
7 | KKR | 7 | 3 | 4 | 0.160 | 6 |
8 | PBKS | 7 | 3 | 4 | -0.562 | 6 |
9 | CSK | 6 | 1 | 5 | -0.638 | 2 |
10 | MI | 6 | 0 | 6 | -1.048 | 0 |
જૉસ બટલરની પાસે છે ઓરેન્જ કેપ -
ક્રમ | બેટ્સમેન | મેચ | રન |
1 | જૉસ બટલર | 6 | 375 |
2 | કેએલ રાહુલ | 7 | 265 |
3 | ફાક ડૂ પ્લેસીસ | 7 | 250 |
પર્પલ કેપ પર છે યુજવેન્દ્ર ચહલનો કબજો
ક્રમ | બૉલર | મેચ | વિકેટ |
1 | યુજવેન્દ્ર ચહલ | 6 | 17 |
2 | કુલદીપ યાદવ | 6 | 13 |
3 | ટી નટરાજન | 6 | 12 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement