કોલકત્તાની સામે જીતની સાથે જ કેન વિલિયમસને રચ્યો ઇતિહાસ, આ મામલે બન્યો બીજા નંબરનો બેટ્સમેન
કેપ્ટને કેન વિલિયમસને આઇપીએલમાં પોતાના 2000 રન પુરી કરી લીધા છે. તેને કોલકત્તા વિરુદ્ધ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. આમ કરનારો તે બીજો ન્યૂઝીલેન્ડનો ખેલાડી બની ગયો છે.
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં ગઇકાલે શુક્રવારે હૈદરાબાદની ટીમે જોરદાર વાપસી કરતા કોલકત્તાને હરાવી દીધુ. આ મેચમાં કોલકત્તાએ હૈદરાબાદને 176 રનો ટાર્ગેટ આપ્યો હતો, જેને હૈદરાબાદની ટીમે 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમના કેપ્ટન વિલિયમસને ઇતિહાસ રચી દીધો.
કેપ્ટને કેન વિલિયમસને આઇપીએલમાં પોતાના 2000 રન પુરી કરી લીધા છે. તેને કોલકત્તા વિરુદ્ધ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. આમ કરનારો તે બીજો ન્યૂઝીલેન્ડનો ખેલાડી બની ગયો છે. આ પહેલા આ કારનામુ બ્રેન્ડન મેક્કુલમ કરી ચૂક્યો છે. તે હાલમાં કોલકત્તાનો કૉચ છે. મેક્કુલમે 109 મેચોમાં 2881 રન બનાવ્યા છે. વળી વિલિયમસને 68 મેચોમાં 2009 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 38.63 ની રહી છે. તેને આઇપીએલમાં 18 ફિફ્ટી પણ ફટકારી છે.
SRH vs KKR IPL 2022 : સનરાઈઝર્સ હૈદરાબાદની 7 વિકેટથી શાનદાર જીત, રાહુલ ત્રિપાઠીના 71 રન
આઈપીએલમાં હૈદરાબાદનો સામનો કોલકાતા સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદે માર્કરમ અને રાહુલ ત્રિપાઠીની ઇનિંગ્સના આધારે સિઝનની ત્રીજી જીત નોંધાવી છે. આ બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી છે. હૈદરાબાદે 7 વિકેટથી શાનદાર જીત મેળવી છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સ્કોર 15.3 ઓવરમાં 146 રન થયો હતો. રાહુલ ત્રિપાઠી આક્રમક ઈનિંગ રમી 71 રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો