શોધખોળ કરો

IPL 2024: 261 રનનો પહાડ જેવો ટાર્ગેટ છતાં કેમ હારી ગઇ કોલકત્તા, સામે આવ્યા આ 3 કારણો

કોલકાતાના ઈડન ગાર્ડનમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 261 રન બનાવ્યા હતા. આ પછી એવું લાગી રહ્યું હતું કે KKR આસાનીથી મેચ જીતી જશે

3 Reasons For KKR's Defeat: ગયા શુક્રવારે (26 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સને IPL ઈતિહાસમાં સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડનમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 261 રન બનાવ્યા હતા. આ પછી એવું લાગી રહ્યું હતું કે KKR આસાનીથી મેચ જીતી જશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. લક્ષ્યનો પીછો કરતા પંજાબે 18.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. તો ચાલો જાણીએ કે કુલ 261 રન બનાવ્યા પછી પણ KKR કેવી રીતે હારી ગયું? KKRની હારના ત્રણ મોટા કારણો શું છે ?

1- જલદી જલદી વિકેટો પડવી 
262 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી પંજાબ કિંગ્સની ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ તેમ છતાં કોલકાતાની ટીમ પંજાબની શરૂઆતની વિકેટ ઝડપી શકી નહોતી. પંજાબ કિંગ્સની ઝડપી વિકેટ લેવામાં અસમર્થતા KKR માટે મોટી સમસ્યા બની ગઈ હતી. KKR એ પંજાબની માત્ર 2 વિકેટ લીધી જેમાં એક રન આઉટનો સમાવેશ થાય છે. 262 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે જો તમે પાવર પ્લેમાં 2-3 વિકેટ ગુમાવી દો તો સામેની ટીમ માટે આટલા મોટા ટોટલનો પીછો કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે.

2- પ્લાન મુજબ બૉલિંગ ના કરવી 
કુલ 261 રનનો બચાવ કરતી વખતે કોલકાતા નાઈટ રાઈડર્સની બોલિંગ ઘણી નબળી રહી હતી. ટીમની બૉલિંગમાં કોઈ પ્લાન દેખાતો ન હતો. યોજના મુજબ બોલિંગ ન કરવી એ KKRની હારનું મુખ્ય કારણ બન્યું. સુનીલ નારાયણ સિવાય ટીમના તમામ બૉલરોની પીટાઈ હતી. નરેનની 4 ઓવર 15મી ઓવરમાં જ પૂરી થઈ ગઈ હતી. તેની એક ઓવર પાછળથી બચાવી શકાઈ હોત.

3- બેયરર્સ્ટોને જલદી આઉટ ના કરી શક્યા 
ટાર્ગેટનો પીછો કરતા જોની બેરસ્ટોએ પંજાબ કિંગ્સ માટે 48 બોલમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 108* રનની ઇનિંગ રમી હતી. બેયરસ્ટો ઓપનિંગમાં આવ્યો હતો અને અંત સુધી અણનમ રહ્યો હતો. બેયરર્સ્ટોને આઉટ કરવામાં KKRની અસમર્થતા ઘણી મુશ્કેલ બની ગઈ હતી. બેયરર્સ્ટોએ તેની વિસ્ફોટક બેટિંગને કારણે પંજાબનો પીછો ખૂબ જ સરળ બનાવી દીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSEB HSC Result Today : ગુજરાત બોર્ડ  ધોરણ 12નું આજે પરિણામ થશે જાહેર,  વોટસઅપ અને વેબસાઇટ બંને પરથી આ રીતે જોઇ શકાશે

રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી

Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : EVM કોના બાપનું ? । abp AsmitaHun To Bolish : કોરોનાની આ વેક્સીન હતી જોખમી ? । abp AsmitaJamnagar News । જામનગરના એક જ પરિવારના ચાર સભ્યો પર હિચકારો હુમલોBhavnagar News । ભાવનગરના બોરતળાવમાં 25 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSEB HSC Result Today : ગુજરાત બોર્ડ  ધોરણ 12નું આજે પરિણામ થશે જાહેર,  વોટસઅપ અને વેબસાઇટ બંને પરથી આ રીતે જોઇ શકાશે
GSEB HSC Result Today : ગુજરાત બોર્ડ ધોરણ 12નું આજે પરિણામ થશે જાહેર, વોટસઅપ અને વેબસાઇટ બંને પરથી આ રીતે જોઇ શકાશે
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે

Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...

Cold Drink MRP: કોઈ દુકાનદાર એમઆરપી કરતા વધુ ભાવે કોલ્ડ ડ્રિંક વેચે તો આ નંબર પર કરો ફરિયાદ

IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર

Embed widget