(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022માં રન બનાવવાના મામલે ટૉપ પર છે બટલર, આ ચાર ખેલાડી આપી રહ્યાં છે તેને પડકાર
ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15માં ઓરેન્જ કેપ પર રાજસ્થાન રૉયલ્સનો કબજો શરૂઆતથી યથાવત છે. રાજસ્થાનનો સ્ટાર ઓપનર બેટ્સમેન જૉસ બટલર ઓરેન્જ કેપ પર કબજો છે.
IPL 2022 Orange Cap: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15માં ઓરેન્જ કેપ પર રાજસ્થાન રૉયલ્સનો કબજો શરૂઆતથી યથાવત છે. રાજસ્થાનનો સ્ટાર ઓપનર બેટ્સમેન જૉસ બટલર ઓરેન્જ કેપ પર કબજો છે. તે ત્રણ દમદાર સદીઓ સાથે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.
જૉસ બટલર આ સિઝનમાં ગજબના ફોર્મમાં દેખાઇ રહ્યો છે. આઠ મેચોમાં તે 71.29ની એવરેજ અને 159.42ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 499 રન બનાવી ચૂક્યો છે. તેની આસપાસ હાલમાં કોઇ બીજો બેટ્સમેન નથી દેખાઇ રહ્યો, પરંતુ આગામી દિવસોમાં કેટલાક બેટ્સમેન તેની આસપાસ આવી શકે છે. આમાં સૌથી પહેલા લખનઉ સુપર જાયન્ટ્સનો બેટ્સમેન છે, જે બીજા નંબર પર છે. તે બે સદીઓ સાથે 368 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબરની દાવેદારી કરી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ સતત ઓરેન્જ કેપની યાદીમાં સામેલ થઇ રહ્યો છે, તે અત્યાર સુધી 305 રન બનાવી ચૂક્યો છે.
પૉઝિશન | બેટ્સમેન | મેચ | રન | બેટિંગ એવરેજ | સ્ટ્રાઇક રેટ |
1 | જૉસ બટલર | 8 | 499 | 71.29 | 159.42 |
2 | કેએલ રાહુલ | 8 | 368 | 61.33 | 147.79 |
3 | હાર્દિક પંડ્યા | 8 | 305 | 61.00 | 137.38 |
3 | શિખર ધવન | 8 | 302 | 43.14 | 132.45 |
5 | શ્રેયસ અય્યર | 9 | 290 | 36.25 | 137.44 |
આ પણ વાંચો.......
Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ
અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર
બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ