IPLમાં ગુજરાતની હાર બાદ આવી છે પૉઇન્ટ ટેબલની સ્થિતિ, આ ટીમોનુ પ્લેઓફમાં પહોંચવુ નક્કી.....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇરાતની મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સને મોટી છલાંગ લગાવી છે. આ ટીમ આઠમા સ્થાન પરથી સીધી પાંચમા સ્થાન પર પહોંચી ગઇ છે.
IPL-15: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇરાતની મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સને મોટી છલાંગ લગાવી છે. આ ટીમ આઠમા સ્થાન પરથી સીધી પાંચમા સ્થાન પર પહોંચી ગઇ છે. આ જીતની સાથે પંજાબે પ્લેઓફની સંભાવનાઓને જીવતા રાખી છે. પંજાબે ગઇરાત્રે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટથી હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી. જોકે, હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાતની ટીમ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર યથાવત છે, હાલમાં ટીમના ખાતામાં 8 જીત સાથે 16 પૉઇન્ટ છે.
આ બે ટીમોનું IPL 2022 પ્લેઓફમાં પહોંચવ લગભગ નક્કી -
ગુજરાતે અત્યાર સુધી પોતાની 10 મેચોમાંથી માત્ર બે મચો જ ગુમાવી છે, આ ટીમ 8 મેચ જીતી ચૂકી છે. સંભવિત સમીકરણો પ્રમાણે જોઇએ તો ગુજરાતનુ પ્લેઓફમાં રમવુ લગભગ નક્કી છે. આ ઉપરાંત IPL 2022માં લખનઉ પણ સારુ પ્રદર્શન કરી રહી છે, લખનઉ સુપર જાયન્ટ્સે પણ પોતાની 10 માંથી 7 મેચો જીતી લીધી છે. ટીમની માત્ર 4 મેચો જ બાકી છે, જો આ 4 મેચોમાંથી લખનઉ એકપણ મેચ જીતી લે છે તો પ્લેઓફની ટિકીટ લગભગ પાક્કી થઇ જશે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમાંક | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રનરેટ | પૉઇન્ટ |
1 | GT | 10 | 8 | 2 | 0.158 | 16 |
2 | LSG | 10 | 7 | 3 | 0.397 | 14 |
3 | RR | 10 | 6 | 4 | 0.340 | 12 |
4 | SRH | 9 | 5 | 4 | 0.471 | 10 |
5 | PBKS | 10 | 5 | 5 | -0.229 | 10 |
6 | RCB | 10 | 5 | 5 | -0.558 | 10 |
7 | DC | 9 | 4 | 5 | 0.587 | 8 |
8 | KKR | 10 | 4 | 6 | 0.060 | 8 |
9 | CSK | 9 | 3 | 6 | -0.407 | 6 |
10 | MI | 9 | 1 | 8 | -0.836 | 2 |
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે