IPL 2024: BCCIના લપેટામાં આવ્યા ભારતના આ બે સ્ટાર ક્રિકેટર, ફટકાર્યો ભાર ભરખમ દંડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ધીમી ઓવર રેટના કારણે રાહુલ અને ઋતુરાજને દંડ ફટકાર્યો હતો. આઈપીએલ આચાર સંહિતા હેઠળ રાહુલ અને ગાયકવાડનો આ પહેલો ગુનો હતો
![IPL 2024: BCCIના લપેટામાં આવ્યા ભારતના આ બે સ્ટાર ક્રિકેટર, ફટકાર્યો ભાર ભરખમ દંડ LSG vs CSK Match And BCCI Actioned: captain kl rahul and ruturaj gaikwad fined 12 lakhs rupees for slow over rate in lsg vs csk ipl 2024 IPL 2024: BCCIના લપેટામાં આવ્યા ભારતના આ બે સ્ટાર ક્રિકેટર, ફટકાર્યો ભાર ભરખમ દંડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/20/aeda868183e7e7866133a9c990b22671171358855360777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KL Rahul and Ruturaj Gaikwad Fined: IPL 2024 દરેક પસાર થતા દિવસ સાથે વધુ રોમાંચક બની રહ્યું છે. ટૂર્નામેન્ટની 34મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં લખનઉએ હોમ ગ્રાઉન્ડ પર ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં બંને ટીમના કેપ્ટનોને ભૂલને કારણે ભારે દંડ ભરવો પડ્યો હતો. તો ચાલો જાણીએ લખનૌના કેપ્ટન કેએલ રાહુલ અને ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને શા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.
વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ધીમી ઓવર રેટના કારણે રાહુલ અને ઋતુરાજને દંડ ફટકાર્યો હતો. આઈપીએલ આચાર સંહિતા હેઠળ રાહુલ અને ગાયકવાડનો આ પહેલો ગુનો હતો, જેના કારણે બંનેને 12-12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની આ પહેલી મેચ નહોતી જેમાં કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો હોય. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર પણ આ દંડનો ભોગ બન્યા છે.
આ રીતે મેચમાં જીત્યુ લખનઉ
આ મેચમાં લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 176/6 રન બનાવ્યા હતા. ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી મોટી ઇનિંગ રમી, જેણે 40 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. આ સિવાય ચેન્નાઈના અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા.
ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 19 ઓવરમાં 2 વિકેટે જીત મેળવી હતી. ટીમ માટે કેપ્ટન કેએલ રાહુલે 53 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રનની ઈનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ સિવાય ક્વિન્ટન ડી કોકે 43 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)